________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ર
હિંઓનું સમાજરચનાશાય
દ્વિજત્વદર્શક સંસ્કાર પણ કેટલાકે એ પોતાની સંતતિની બાબતમાં કર્યો નથી ! તેથી આ સર્વ લેકેના યુરોપીઅન સ્ત્રીઓ સાથે વિવાહ થયેલા હોવા જોઈએ. પરમેશ્વરની ઉપાસનાને પ્રશ્ન લઈએ. હિંદુસમાજમાં ઉપાસના વ્યક્તિગત છે, સાંધિક નથી; તેવા પ્રકારની ઉપાસના આર્યોતર (Semetic) ધર્મમાં છે. પરંતુ ડૉ. ભાંડારકર, જસ્ટીસ રાનડે વગેરેએ સંપાસનાપ્રધાન પ્રાર્થનાસમાજ સ્થાપન કર્યો. અને તે હજુ પણ હયાત છે, તેથી પ્રાર્થનાસમાજના સંસ્થાપકેને અગર અનુયાયીઓને ખ્રિસ્તી અગર મુસલમાની સ્ત્રીઓ સાથે વિવાહ થયો હશે એવું અનુમાન તે કઈ ભેજાંગેબજ કાઢી શકે. ખરી હકીકત એમ છે કે જે કંઈ સામાજિક કારણોને લીધે એકાદ સમૂહના આચારો શ્રેષ્ઠ માનવામાં આવે તો ઇતર સમૂહાની તે સમાજના આચારેનું અનુકરણ કરવાની નૈસર્ગિક પ્રવૃત્તિ દેખાઈ આવે છે. આને સમાજશાસ્ત્રમાં અનુકરણ પદ્ધતિ (Theory of imitation) કહેવામાં આવે છે. ગેબ્રીઅલ તાઈ કહે છે કે “સમાજના ક્ષેત્રમાં એક વખત પગલું ભર્યું એટલે સહેજે જણાઈ આવશે કે આપણે જે કંઇ ક્રિયાઓ કરીએ છીએ કે વિચારીએ છીએ તે સર્વમાં આપણે નિઃસંદેહ બીજાનું અનુકરણ કરીએ છીએ; ફરક તે કવચિત જ કરવામાં આવે છે. વળી જ્યાં ફરક દેખાય છે ત્યાં પણ તે ફરક આગાઉ થઈ ગયેલી બેત્રણ કલ્પનાના મિશ્રણથી થયો હોય છે અગર અનેક કલ્પનાઓના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલી નવી કલ્પનાના સ્વરૂપમાં દેખા દે છે. આવા પ્રકારની કલ્પનાનું સમાજમાં અનુકરણ ન થાય તે. તે કલ્પના સામાજિક જીવનમાં અંતર્ભત થઈ શકતી નથી. તમે ધર્મને એવો કોઈપણ સંસ્કાર કરી શક્તા નથી કે જે આગળ થઈ ગયેલા કોઈપણ સંસ્કારના અનુકરણ રૂપે હેત નથી.” જે કાળ વિષે આ પંડિત બોલે છે તે કાળે હિંદુ લેકાનાં રાજ્ય હતાં તેથી તેમના કંઈક સાદા રીતરિવાજે આ સમાજમાં પ્રવેશ પામ્યા હોય તે હિંદુ
? Les lois soojales by G. Tarde
For Private and Personal Use Only