________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
હિંદુઓનું સમાજરચનાશાસ
પyws
સમાજ વિરોધી ચોક્કસ થશે. આને જ હાલે અનિબંધ સમાગમ ( Free-love) એવું મધુર નામ આપવામાં આવ્યું છે. બીજી બાજુએ કોઈ પણ બંને વ્યક્તિઓ લઇ સર્વ સંકેતનું પાલન કરી વિવાહ કરવામાં આવે તો બીજાં તત્ત્વનું પાલન થશે. પરંતુ મુખ્યત્વે પ્રજોત્પાદનના નિયમોનું ઉલંઘન થશે. આવી સ્થિતિ સમાજવિરોધી ન હોય તે પણ પ્રાણીશાસ્ત્રને વિરોધી છે. એક ઠેકાણે સુપ્રજાશાસ્ત્ર (Eugenics) ને મહત્વ અપાયું છે ત્યારે બીજે ઠેકાણે સુવ્યવસ્થાશાસ્ત્ર (Buthenics)ને વધારે મહત્વ અપાયું છે ! સમાજરચના એ બંને શાસ્ત્રની મદદ સિવાય ઉત્પન્ન થઈ શકે જ નહિ. આ બંનેને સમાજરચનાના અંગે તરીકે સ્વીકાર કરવો પડે છે! તેથી સાંસ્કારિક બાબતમાં પણ કઠેરિતાને આશ્રય લેવો પડે છે !
કેઈ વ્યક્તિના મનમાં હંમેશાં ત્રણ હેતુઓ હોય છે. પહેલો, દરપૂરણાર્થ દ્રવ્યોર્જન, તેમાંથી સર્વ સમાજરચના અર્થમૂલક હેવી જોઈએ એમ કહેનારા તત્ત્વોને એક વર્ગ છે. તેમના મતે અર્થ એ સર્વ સમાજરચનાને પાયો લેવો જોઈએ. માનવનાં સર્વ દુઃખ તેનું અંતઃકરણ ઉત્પન્ન કરી શકતું નથી પરંતુ અર્થોત્પાદન અને અર્થની વિભાગણીમાં વિષમતા થવાથી ઉત્પન્ન થાય છે એ તેમનો મત છે. તેમના મતે અર્થની વિભાગણી યથાયોગ્ય થાય તે આ પૃથ્વીનું નંદનવન બની જશે; દ્રવ્યને અભાવ એટલે દુઃખ અને દ્રવ્યની વિપુલતા એટલે સુખ એવાં સમીકરણ (equations ) બની ગએલાં છે. આ તત્વજ્ઞાનાનુસાર માનવીનાં સુખદુઃખ માનવબાહ્ય પરિસ્થિતિનાં પરિણમે છે. આ તત્ત્વજ્ઞાનના આત્યંતિક પ્રકર્ષનું સ્વરૂપ સમાજ સત્તાવાદ છે જેને આજે રશિયામાં ત્યાંની સમાજરચનામાં પ્રયોગ ચાલી રહ્યો છે. પરંતુ જગતમાં ગમે તે સમાજ લઈએ તે પણ તેમાંના ધનવાન
Marriage and Morals-Russel; Eugenics-Carr Saunders; Darwinism & Race-Progress Hay-Craft. Heri. dity and Selection in Sociology-0. Hill. .
For Private and Personal Use Only