________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર :
૨૧૯
(૩) પિંડ (sells)ને અભ્યાસ કરવાની પદ્ધતિ (cytological Method )
(૪) ગર્ભ વિજ્ઞાન પદ્ધતિ (embryotogical Method) આ ચારે પદ્ધતિથી પ્રજાનાં ગુણોત્પત્તિ, ગુણોત્કર્ષ, અને ગુણપકર્ષ વગેરે મુદ્દાઓ વિષે જે કંઈ નિયમે કહ્યા હશે તે નિયમોને વિચાર કરવો જોઈએ. તેની સાથે કેટલાક લોકો ભૂલભરેલી મિશ્ર અનુવંશ પદ્ધતિ ( blending inheritance method) માને છે તે ખોટી છે એ વાત તે માનનારા લોકોના ધ્યાનમાં લાવવી જોઈએ. બીજી બાબત એ કે સમાજમાં પ્રજા ઉત્પન્ન થયા પછી તે પ્રજાની સમાજમાં વ્યવસ્થા કરવી જોઈએ, અહીંજ સંસ્કાર કેવા હોવા જોઈએ, રહેવાના આચાર, વ્યવહારના નીતિ નિયમો કેવા હોવા જોઈએ વગેરેને વિચાર આપોઆપ નજર સામે તરી આવશે. આ નિયમ દેખીતા જ પહેલા નિયમોથી અવિરૂદ્ધ હોવા જોઈએ. અહીં આચાર, પહેલા નિયમોની સિદ્ધિઅર્થે જ ઠરાવવાના હેવાથી તે નિયમોનું પાલન થવા માટે જે જે સંકેત કરવા પડશે તે તે સંકેત કરવા જોઈએ. આ જ નિયમો તરફ અંગુલિનિર્દેશ કરી ધર્મ પરિવર્તનશીલ છે એમ આધુનિકને એક વર્ગ કહી ચુકયા છે. પ્રજોત્પાદનના નિયમો, સાથે તુલના કરતાં આ નિયમો ગૌણ છે એ સહેજે સમજી શકાય તેવું છે. પરંતુ માનવસ્વભાવને વિચાર કરતાં સમજાય તેવું છે કે સમાજ શુદ્ધ રાખવામાં આ નિયમનું અને સંકેતોનું પણ કડક પાલન આવશ્યક છે. પ્રત્યક્ષ ઉદાહરણ લઈએ તે એક જ દામ્પત્યની સંસ્કાર થતાં પહેલાં થયેલી સંતતિ અને વિવાહસંરકાર થયો પછી થયેલ સંતતિ એમ બંને પ્રકારની સંતતિમાં જાતીય દષ્ટિએ કંઈ પણ ભેદ હોવો શક્ય નથી. પરંતુ આવી સ્થિતિમાં ફકત પહેલાજ તત્ત્વને વિચાર થશે; તેથી આવી સ્થિતિ અનૈસર્ગિક ન હોય તે પણ
1 Cytology--L. Doncastes,
For Private and Personal Use Only