________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગીના
૨૦૫
નજ થયા હતા. મા કાળ ૧૮૭૦-૮૦ સુધીને માનીએ; કારણકે ગાટને પિતાને ગ્રંથ તે જ અરસામાં લખ્યો. તેમાંના ઘણું સરદારે એ અને તેમના સરદાર પુત્રોએ પિતાનાં લગ્નો સરદારવંશમાં જ કર્યા. તેનાં પરિણામનો ઈતિહાસ સર ફાન્સિસ ગાટન નીચે પ્રમાણે આપે છે. “ગણિનાત્મક પદ્ધતિથી અભ્યાસ કરતાં એમ દેખાઈ આવ્યું કે આવા પ્રકારના વિવાહનું પરિણામ મુખ્યત્વે કરીને વંશની ઉત્પાદન શક્તિના નાશ-(વંધ્યત્વ)-વામાં આવે છે હવે એવું પણ કહી શકાશે કે માબાપની એકની એક છોકરી ઘણાં ભાઈબહેનેવાળી છોકરી કરતાં સહેજે અનુત્પાદક (Barren) નિવડશે. ઇતર શારીરિક ગુણ ધર્મ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં વંધ્યત્વ પણ અનુવાંશિક હોવાને સંભવ છે. પછી એક વંશને અનેક પેઢીઓ સુધીનો ઈતિહાસ આપીને નીચેનાં અનુમાને કાઢે છે.
(૧) એકત્રીસ વંશમાંના સત્તર વંશ એવા હતા કે જેમાં નિપુત્રિક લક્ષાધિશની છેકરી કરવાથી પહેલી અગર બીજી પેઢીમાં તેમને નિર્વશ થશે. આવા પ્રકારના વિવાહ ૧૬ કુટુંબની બાબતમાં નિશ્ચિત પ્રભાવી દેખાય છે. તેથી જ મનુએ વિવાહયોગ કુટુંબને વિચાર કરતી વખતે નિપુત્રિક માબાપની છોકરી કરવી નહિ એ જે નિયમ કર્યો છે, તે ઠીક જ છે. (મનુ વચનની વિસ્તૃત ચર્ચા “વિવાહવિચાર” નામના પ્રકરણમાં કરીશું. )
(૨) લક્ષ્યાધિશની એકની એક જ કન્યા સાથે વિવાહ કરવાથી આઠવંશો નિર્વશ થયા. આ આઠ વંશની પણ નામસહિત યાદી સર ફ્રાન્સીસ ગાલ્ટને આપી છે. ઇતર છનો સંતતિ દષ્ટિએ વિચાર કરતાં એમ જણાશે કે તેઓ ઘણું જ કષ્ટથી બચી શક્યા. તેને એક જ એવા વંશની માહિતી હતી કે જેમાં દ્રવ્યનું પરિણામ નિર્વશ થવામાં દેખાયું નહિ.
1 Hereditary Genius-Sir Francis Galton.
For Private and Personal Use Only