________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
હિંઓનું સમાજરચનાશાસ્ત્ર
તો કંઇ એ
જણાય છે. આવામાં
ઉદારમતવાદી તત્ત્વજ્ઞાન એ એક એવા પ્રકારનું કોકડું છે કે તેમાં એક બાજુએ નૈસર્ગિક હક્કો છે જ્યારે બીજી બાજુએ જીવનાર્થ અનિબંધુ કલહ અગર સમતા છે, એક બાજુએ જન્મસિદ્ધ હક્કો છે, ત્યારે બીજી બાજુએ અનિબંધ સ્પર્ધા અગર હક્કોની પાયમાલી પણ છે. સિવાય તે જ તત્ત્વજ્ઞાન એમ કહે છે કે, અનિબન્ધ કલહમાં નાલાયક અને દુર્બલ તે નષ્ટ થવાના જ ! એક બાજુએ માનવી હક્કોની ઘોષણા છે, તો બીજી બાજુએ બળીઆના બે ભાગ એ ન્યાય પણ માન્ય કરવામાં આવ્યો છે. આ કલ્પના રશિયાના સમાજ સત્તાવાદમાં નથી એમ કહેવું ભૂલભરેલું છે. પહેલા અલ્પ સંખ્યાવાળા લેકે બહુ સંખ્યાવાળા લેકે પર જુલમ કરતા તે હવે બહુ સંખ્યાવાળા લેકે અલ્પ સંખ્યાવાળા પર જુલમ કરે છે એટલે જ માત્ર ફરક! લેનીને ઝાર નિકાલસ કરતાં કંઈ ઓછી સુલતાનશાહી કરી છે ? સમાજસત્તાવાદમાં ફક્ત અર્થશાસ્ત્રને જ મુખ્યત્વે વિચાર કરેલ જણાય છે. અને તે પણ કંઈ મેટા શાસ્ત્રીય સ્તર પર રચાએલો છે એમ નથી. એકંદરે ઉદારમતવાદી તત્ત્વજ્ઞાનમાં વ્યક્તિને સ્વાતંત્ર્ય છે અને તે સ્વાતંત્ર્યને મર્યાદાઓ પણ છે.
ઠીક, તત્વતઃ (a priori) અને ઐતિહાસિક દૃષ્ટિએ એમ બતાવી શકાશે કે ઉદારમતવાદી તત્ત્વજ્ઞાન અને તે પર રચાએલી સમાજરચના એ મૂળમાં જ ભૂલભરેલાં છે. આ પાયે ભૂલભરેલું છે છતાં આ સમાજરચના માનવીમત્સર અને માનવીવિષણા એ બંને તર પર રચાએલી હોવાથી એ કિંચિકાલ વિજયી થાય છે અને થશે પણ! પંચવાર્ષિક યોજનાઓ પાર પડશે પરંતુ અંતીમ ઝગડામાં આવી સમાજરચના ટકી શકશે નહિ, કારણકે તેમાં સૃષ્ટિના એક જ અંગને વિચાર થયેલો હોય છે. Principles of Economics-Seligman; Types of economic theory-Othmar Spann. 2 Outspoken essays-Dean Inge. · Heredity and selection in Sociology-George obatterton Hill
For Private and Personal Use Only