________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ : વાંશિક અને સાંસ્કાલિક
w
" (ઈ) પરકીયાએ આણેલા દણ, દુષ્યવૃત્તિ વગેરે સમાજની ઘણી જ ઝડપથી હાની કરી શકે છે એ ધ્યાનમાં રાખી પરકીય રીતરિવાજોનું શક્ય તેટલી સાવચેતીથી અનુકરણ કરવું.
આજના સર્વ સમાજનું નિરીક્ષણ કરવાથી જણાઈ આવશે કે જે વર્ગ સુધરેલાને નામાભિધાનથી ઓળખાય છે, તે વર્ગની સ્થિતિ ઉપર કહેલી બાબતોમાં તદ્દન ઉલટા પ્રકારની છે. ઉપર કહ્યું છે કે પ્રજોત્પાદનની શક્તિ હંમેશા સુદઢ સ્થિતિમાં રહેવી જોઈએ. સુધરેલ વર્ગ તે યુક્તિપ્રયુક્તિથી ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. મેજર લીઓનાર્ડ ડાર્વિન કહે છે કે, “જે શ્રેષ્ઠ વર્ગ સમાજમાંથી સર્વત્ર નષ્ટ થતા હોય તે તે વર્ગો પિંડ દૃષ્ટિએ નાલાયક જ થતા જાય છે એમ કહેવું પડશે.” સુધારણનું અને નાશનું જાણે સાહચર્ય જ ન હોય એવો ભાસ થાય છે. એમ કાં થતું હશે ? કેઈપણ સંસ્કૃતિ ચિરંજીવી થયેલી દેખાતી નથી. હાલ જેને પાશ્ચાત્ય સંસ્કૃતિ કહેવામાં આવે છે અને જે આજે જગતના ખુણે ખુણે પ્રસરી રહી છે, જેને આજ તે કોઈપણ પ્રતિસ્પર્ધી નથી એવો ભાસ થાય છે, અને જે પરમેશ્વર સાથે પણ સ્પર્ધાર કરવામાં પાછું વાળી જેશે નહિ. તે અમે બતાવેલા ચાર પર્યામાંથી બીજા નંબરના પર્યાયમાં અંતભૂત થશે. કારણ કે પાશ્ચાત્ય પંડિતએ સંસ્કૃતિની વ્યાખ્યા જ એવી કરી છે. તેથી જ અમે કહીએ છીએ કે તે સંસ્કૃતિ અત્યારે ગમે તેટલી આકર્ષક દેખાય તે પણ તે વિનાશી જ છે. આપણું દરેક સમાજસુધારકેએ આ બાબત જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. આજ શાસ્ત્રીય પ્રગતિના નામે જે નગારાં વાગી રહ્યાં છે તે પ્રગતિને અર્થ એટલે જ કે જડ સૃષ્ટિની શોધ કરી તેને સમાજકાર્યમાં ઉપયોગ કરવો.
| Need for eugenic Reformi-Leonard Darwin.
Reflections on the revolutions in France-Burke.
18
For Private and Personal Use Only