________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૯ મું પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
ગાઉ કહ્યા પ્રમાણે નિસર્ગમાં પ્રગતિ બે પ્રકારની હોય છે.
એક પ્રગતિ તે માનવપિંડની જ કરવાની
હોય છે. એટલે કે માનવજાતિ શ્રેષ્ઠ ગુણપ્રગતિનું વૈવિધ્ય યુક્ત (Type) બનાવવાની તેને પિંડ
પ્રગતિ ( Eugenic or biological ) કહીશું. બીજી પ્રગતિમાં મનુષ્ય ભલે વંશ દષ્ટિએ ગમે તે હેય પરંતુ તેની આસપાસની પરિસ્થિતિ એવી બનાવવી, કે તેની સવ ક્રિયા ગુણયુક્ત, નીતિષિક અને સમાજહિત વર્ધક આપોઆપ થતી જાય. વળી મનુષ્યના આચાર, મનુષ્યને ધર્મ, મનુષ્યને કાયદો, મનુષ્યનું રાજ્યશાસ્ત્ર, મનુષ્યની સમાજરચના, મનુષ્યનું સાહિત્ય વગેરે માનવીની એકાએક હીલચાલને તેમાં સમાવેશ થાય છે. આને આપણે સાંસ્કારિક (Traditional or Psychosocial) પ્રગતિ કહીએ પિંડ પ્રગતિ એટલે મનુષ્યજાતિના ગુણ ધર્મમાં જ ફરક પડતા જઈ ગુણ શ્રેષ્ઠ થતા જવા તે. આવા પ્રકારના ફરક નૈતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અગર સામાજિક ગુણ ધર્મોમાં પડયા હેવ એ પુરા ગયા ૩૦,૦૦૦ વર્ષોમાં તો નથી મળ્યો, એ શાસ્ત્રોનો મત છે. આવા પ્રકારની પ્રગતિ જે થતી હોય તો
Stream of life-Huxley; Out Spoken essays-Inge; Social decay and regeneration-R, Austen Freeman; Racial Realities in Europe-Stoddard.
For Private and Personal Use Only