________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
કર્યો પહેલાં મનુષ્ય રહસ્યના અથાગ જળમાં ગુંગળાતા લાગે છે. તેને કંઇ ચેન પડતું નથી. છેવટે તે બહાર આવી તે રહસ્યની ટાંચે પહોંચી શાન્તિ અને આનંદ આસ્વાદે છે. આથીહિંદુઓનું ધ્યેય સુખ કે મેજ મજા નથી. પરંતુ આ વિશ્વના રહસ્યના ઉકેલ કરી તે ખધનની પર એવી મુકત અવસ્થા માણવાના છે. એ અવસ્થાથી આનંદ પ્રાપ્ત થાય છે, એ જુદી વાત. મુકિતમાં આનંદ છે. પર'તુ આન'માં કષ્ટ મુકિત નથી.
આ મુકિતની અવસ્થા આ જગતમાં બહુ જ ઘેાડાને પ્રાપ્ત થાય છે. બાકીનાઓને તે બીજે ક્યાંક પ્રાપ્ત થવી જોઇએ. કાંતા બીજા અવતારમાં અથવા તા બીજા લેાકમાં ( જો માનીએ તે ). જગતના નિયમા અકસ્માત નથી, કે મનુષ્યની ઉત્પતિ સ્થિતિ અને લયના નિયમે ન હેાય, આ લયના નિયમના આધારે મનુષ્યનું જીવન લટકતું અને આ દુનિયાથી અંત આવતું ન હેાવું જોઈએ કાર્લ માકર્સના તત્ત્વજ્ઞાનને ઇશ્વર કે પરલાકની જરૂર ન હેાય, તેને સમાજ તેમના વગર ચાલતા હાય, તેથી તે બીજા કાને માન્ય નથી કે તેની જરૂરીઆત નથી એમ નથી. આ પલાક અને જન્મપરંપરાની માન્યતા હિંદુઓમાં બહુ જ પ્રાચીન છે. એટલે તેમના સમાજનું' ધ્યેય માત્ર સાંસારિક રહી શકતું નથી. અલૌકિક ધ્યેય વિશે લેખકે સુંદર ચર્ચા કરી છે. (પ્રકરણ ૫મું) તે મારે ફરીથી કહેવાની જરૂર નથી.
સમાજનું ધ્યેય અલૌકિક છે, એ માનવ વિરચિત નહેાઇ એ બુદ્ધિની પર છે. સામાજિક કરારની અવળી કલ્પના એકવાર મગજમાં જડ ધાલી જાય કે સમાજનું નૈસર્ગિકપણું અને વિશ્વક્રમમાં તેનું સ્થાન સમજવાની યેાગ્યતાજ નષ્ટ થાય છે. મનુષ્યેા કરે છે તે સ્વચ્છંદપૂર્ણ અને નિયમહીન નથી. આત્મા (Self) જેવી એક સ્થિર વસ્તુ છે. અને તેના બંધારણ પ્રમાણે ઈચ્છાશકિત કાર્યો કર્યા કરે છે. જેને નીતિશાસ્ત્રીએ આત્મનિયામક શકિત (Self determination) કહે છે. મનુષ્યકૃતિને પણ વિશ્વનું નિયંત્રણ અને વ્યવસ્થા તા છે,
For Private and Personal Use Only