________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે હું પ્રગતિ કરું છું. પરંતુ આખા વિશ્વની બાબતમાં તે તે શક્ય નથી. પ્રગતિ શબ્દ આ પુસ્તકમાં પુષ્કળ જગાએ આધુનિક અર્થમાં વપરાયું છે. કારણ કે વિચારવાહક તરીકે તેને ઉપગ કર્યા સિવાય બીજો ઉપાય ન હતો.
ઉપલક દૃષ્ટિએ જોતાં આખું વિશ્વ વિકારી અનિત્ય અને ગતિમાન ભાસે છે. આવાં વિકારી, અનિત્ય અને ગતિમાન વિશ્વને અનુભવ લેનાર Entity અવિકારી, નિત્ય, અને સ્થિર હોવું જોઈએ. કારણ તે તેવું ન હેય તે એવા અનુભવની શક્યતા જ નથી. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને તે તે બંને સ્થિતિને જોડાનાર અવિકારી મન હોવું જ જોઈએ. (Kant) વિશ્વ આખું ગતિમાન ભાસે છે. સૂર્ય, ચંદ્ર, તારા બધા ગોળ ગોળ ફર્યા કરે છે. નદીઓ વહીને સમુદ્રમાં મળી જાય છે. દરેક નાની મોટી વસ્તુઓ પૃથ્વી પર જ પડે છે. આ બધા ફેરફારેગતિ એક મહાન વિશ્વવ્યાપી ગુરૂત્વાકર્ષણ (Gravitation) ના નિયમને આભારી છે. એ નિયમ સ્થિર અને અચલ છે. આ વિકારી, અનિત્યની પાછળ અવિકારી નિત્ય એવું એક તત્વ છે તે સંપૂર્ણ સંવાદી (Coherent) સર્વના કારણ રૂપ (Source) અને સર્વવ્યાપી (Allpervading) છે. એ મહાન તત્વને આર્યો “બ્રહ્મ” (Absolute) કહેતા આવ્યા છે.
આ કલ્પનાનો ઉપયોગ હિંદુઓના સમાજશાસ્ત્રમાં અનેક રીતે થએલો છે. આથી ધર્મ પરિવર્તનશીલ નથી એમ ભાર પૂર્વક કહેવામાં આવે છે. આ ચારે બદલે છે તેથી આચારનો આધારરૂપ ધર્મ થોડે જ બદલે છે. પરંતુ આજના સુધારકે બધું જ બદલે છે એમ માની લે છે. ધર્મ સનાતન છે. જે કે એના આવિષ્કરણના પ્રકારે જુદા હોઈ શકે. ત્યારે પ્રગતિ વ્યકિતગત છે અને તેના અસ્તિત્વ માટે વ્યકિતને કંઈક પણ ધ્યેય સ્વીકારવું આવશ્યક છે. હવે આ ધ્યેય તે કર્યું? આ ધ્યેય મનુષ્યનું ઉત્પન્ન કરેલું નથી. એ સ્થિતિ તે મેક્ષની છે, અને તે પ્રાપ્ત
For Private and Personal Use Only