________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
*
*
દયનું અલોકિક સ્વરૂપ ધર્મશાસ્ત્રોની જરૂર નહિ રહે, પરંતુ એ કાલ હજુ આવ્યો નથી અને આવશે ત્યારે જોયું જશે. ઉપરની ચર્ચા પરથી એટલું તે જોઈ શકાશે કે “ભૌતિકશાસ્ત્રોની પ્રગતિએ અથવા નિરીશ્વરવાદની પ્રવૃત્તિએ મનુષ્યના મનમાં અનંતવાસનાઓ ઉત્પન્ન કરી, તેની પૂર્તિ કરી નથી; શ્રદ્ધાથી ઉત્પન્ન થનારું સમાધાન નષ્ટ કરી તેને બદલે બીજું કોઈપણ પ્રકારનું સમાધાન ઉત્પન્ન કર્યું નથી; અને એવી રીતે જગત એ નિરાશાય છે એવા મંત્રની મનુષ્યના મન પર છાપ બેસાડી છે, એ જ પરિણામ આવ્યું દેખાય છે. ટુંકામાં આશાના અમીપૂર્ણ ગુણથી નવાણું ટકા મનુષ્યો કાલ વ્યતીત કરે છે અને જે આશાને એક ધર્મ પરમેશ્વરી સદ્દગુણ માને છે તેનો જ નાશ થાય છે આશા વગરનો માનવી તો આજના દિવસને જ આયુષ્યનું ધ્યેય સમજવાનો. ઉપર બતાવેલાં પરિણમે જે બનતાં હશે તે શાસ્ત્ર એ માનવીને શત્રુઓ સમાં છે, એ સિદ્ધાંત કબુલ કરો પડશે, અને ત્યારે તે જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું અને તેથી માનવપ્રાણીને
સ્વર્ગ–ઈડન જેવા ઉપવનને છોડવું પડયું એ ખ્રિસ્તી બાઈબલમાંની દંતકથા પણ સાચી માનવી પડશે. અમે તે ખોટી માનીએ છીએ એમ તેનો અર્થ નથી; પરંતુ જ્ઞાનની દરેક પ્રગતિએ દરેક વખતે મનુષ્યનું કેને કેાઈ સ્વર્ગ નષ્ટ કર્યું છે એમાં જરાપણ શંકા નથી, અને પછી આપણી સામે જ્ઞાનદાતા સેતાન અને અજ્ઞાનમાં રાખનારા પરમેશ્વર એ બેમાંથી કાની ઉપાસના કરવી એ પ્રશ્ન થશે. તેથી જ ધર્મ અને નીતિ સંબંધી બેલતી વખતે શાસ્ત્રોમાં પ્રતીત થનારા સિદ્ધાંતના આધ્યાત્મિક સિદ્ધાંતની પુષ્ટિ આપવી જોઈએ. આ ઉપરથી શાસ્ત્રોને સમાજક્ષણનું સર્વાધિકારિત્વ માગવાને અધિકાર જરા પણ સિદ્ધ થતો નથી.
ત્રીજું એમ પણ કહેવાય છે કે શાસ્ત્રમાં પ્રતીત થનારું જ્ઞાન સર્વને પ્રાપ્ત થવાથી દરેક જણની ક્રિયા નીતિકારક થઈ સમાજને
1 ખ્રિસ્તી ધર્મના ત્રણ સદ્દગણે Hope, Faith Charity.
For Private and Personal Use Only