________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની જરૂર છે. તે માટે આપણને સૃષ્ટિના નિયમનું સૂક્ષ્મ અવલોકન કરવું પડશે. માત્ર મને લાગે છે એમ કહેવાથી કોઈ પ્રશ્નને ઉકેલ કરી શકાતું નથી. ઘણું લેકોને સૃષ્ટિના નિયમની કલ્પના હેતી નથી. અને ચાર્વાકની પેઠે તેઓ પ્રત્યક્ષ પ્રમાણુ જ માનવાનો ડોળ કરે છે. પરંતુ એકાએક વ્યવહાર નુમાનથી ચલાવે છે. આ પુસ્તકના લેખકે પ્રત્યક્ષ પ્રમાણની પંગુતા સ્પષ્ટ રીતે બતાવી છે. (પા. ૫૧૦) એટલે અમારે પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. કહેવાનો સારાંશ એટલેજ કે મૂળ તત્વજ્ઞાન કે જેના પર સમાજવ્યવસ્થાનું અને નીતિના વિચારનું ચણતર થાય છે તે જ જો સદેષ હોય તે તે રચના કયાં સુધી ટકી રહે? નાસ્તિકની સમાજરચના એક પ્રકારની થશે. આસ્તિકાની જુદા પ્રકારની થશે. આસ્તિકામાં પણ અધિકારભેદ સમજનારાઓ કરતાં ન સમજનારાઓની વ્યવસ્થા તદ્દન જુદી જ હશે. કોઈ પણ વસ્તુને સામાન્ય વિચાર કરતી વખતે અન્તિમ તત્વજ્ઞાનને ખ્યાલ રાખવો પડે છે, કારણ આખું વિશ્વનિયમબદ્ધ ( Cosmos) બધી વસ્તુઓ પરસ્પર જોડાએલો અને વ્યવસ્થિત છે. એટલા માટે આધુનિક તત્વો સત્યની વ્યાખ્યાજ “જે પૂર્ણ સંવાદી એજ સત્ય” એવી રીતે કરે છે. what is real is never self-contradictory, (Taylor).
આ પુસ્તકનો અનુવાદ કરવાનો ઉદ્દેશ પણ આ સત્ય શોધવાની પદ્ધતિ ગુજરાતી સમાજ પાસે મૂકવાનું છે. આજે ચોતરફ સુધારાને પવન વાય છે. પરંતુ ભાગ્યે જ એ સુધારાને ગંભીરતા પૂર્વક વિચાર કરવામાં આવે છે. સમાજ સુખી, વ્યવસ્થિત રહે એવું તે સૌ કોઈ ઈચ્છે છે. પરંતુ સુખ શું ? વ્યવસ્થા કોને કહેવાય ? અને તે કેમ લાવી શકાય વગેરે પ્રશ્નોના ઉકેલ કરી તેમને અમલમાં લાવવામાં જ ખરી ખુબી સમાએલી છે. આપણું ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય પુસ્તકે નહિ જેવા પ્રમાણમાં જ છે, અને તેમાં ય સમાજશાસ્ત્ર પર તે પુસ્તકે શોધવા
For Private and Personal Use Only