________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, આવી હદ સુધી કપિ છે. આજથી પાર પડશે
અને શીઘ ફલપ્રદ વિજ્ઞાનદેવની જ પૂજા શા માટે ન કરવી ? સર્વ ધર્મને ત્યાગ કરી નાસ્તિતા વધારીએ અને સાચું મનુષ્યત્વ પ્રાપ્ત કરીએ.
ઉપરની વિચારસરણ થોડુંઘણું અંગ્રેજી શીખેલ દરેક વ્યક્તિના એયરૂપ બનતી જાય છે. પ્રત્યેક સુધારકને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ હોય છે, એમ માનવામાં ગંભીર ભૂલ થાય છે. માનસશાસ્ત્રમાં દર્શાવાયેલું Conceptual thinking જેનું વિકાસ પામ્યું હતું નથી, તેમનામાં મૂલ્યો વિશે અને અંતિમ પ્રશ્નો વિશે વિચાર કરવાની લાયકાત ભાગ્યેજ હોય છે. જેવું ગણિતનું છે તેવું જ વિચારનું છે. વિચાર એટલે સ્વેચ્છાચારી કલ્પના નહિ. વિચારે તર્કશુદ્ધ હવા જોઈએ. ગણિતના પ્રશ્નોને ઉકેલ ગણિતશાસ્ત્રના નિયમથી બદ્ધ હોય છે, તેમ કોઈ પણ ચિંતક-વિચારકના વિચારે તર્કશુદ્ધ હોવા જોઈએ. અને આટલી હદ સુધી પહોચેલું Conceptual thinking જ વિચાર કરવાની લાયકાત આપે છે. આજના સુધારકાના દરેક નિગમનો (Judgements) તર્કશાસ્ત્રની કેસેટીમાથી પાર પડશે કે નહિ એ ઘણુંજ શંકાભરેલું છે. તેઓ કહે છે કે “સમાનતા સૌથી ઉત્તમ છે. સમાનતામાં ન્યાય (Justice) છે.” શા માટે ? તે કહે કાલે માકર્સ કહે છે તેથી. પરંતુ એમને ખબર નથી હોતી કે બીજા અનેક માકર્સથી ચઢે તેવા તત્વને સમાનતાને અન્યાય માને છે. ત્યારે ખરે કેનું? ખરી હકીકત એમ છે કે માત્ર વ્યક્તિના અધિકાર આપતા બેસીશું તે કોઈ પ્રશ્નને ભાગ્યેજ ઉકેલ થશે. કારણું દરેક પ્રશ્ન પર બંને પ્રકારના મત ધરાવતી વ્યક્તિ મળી જ આવવાની. તેથી કોઇ પણ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે જેમ બને તેમ વ્યક્તિ નિરપેક્ષ પદ્ધતિને આશ્રય લે ઘટે. તેથી આવા પ્રશ્નોનો ઉકેલ કરતી વખતે વિશ્વની રચના શી છે? તે વિશ્વને ક્યાં લઈ જાય છે ? વિશ્વમાં માનવનું સ્થાન શું છે ? તેનું જીવન ધ્યેય શું હોવું જોઈએ ? વગેરે અનેક બાબતેને વિચાર
૧ ફેડરિક નિશે વગેરે.
For Private and Personal Use Only