________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચના સંવત એ નથી કહી શકત કે સંસ્કૃત દયાશ્રયની રચના પ્રસ્તુત ન્યાસની પહેલાં કે પછી થઈ છે? આ કાય કે જેમાં હિમવ્યાકરણના બધાય સં. સુવાના પ્રમેગેને હેમાચાયે કુશળતાપૂર્વક ક્રમસર ગોઠવ્યા છે તેને સંબંધ હૈમવ્યાકરણ સાથે ઘણે નજીકનો છે, અને સાથે સાથે સિદ્ધરાજ સુધી ચૌલુકય વંશના ઉજવલ ઇતિહાસને મજકુર દયાશ્રય કાવ્યમાં લિપિબદ્ધ કર્યો છે; તેથી એ કલ્પના થઈ શકવી અસંભવિત નથી કે કદાચ ન્યાસની પહેલાં પણ સંસ્કૃત દયાશ્રય કાવ્ય (યશોવર્માને હરાવ્યા સુધી ૧૫ સર્ગ સુધી) બનાવી સિદ્ધરાજને હેમાચાર બતાવ્યું હોય, પણ આ હું ફક્ત કલ્પનાથી કહું છું. હેમાચાર્યના બધા ગ્રંથ વિષે પોર્વાપર્ય ક્રમ નકકી કરવા માટે તો તેમના સઘળા ગ્રંથનું ઉઠું અધ્યન કરવું આવશ્યક છે.
સોમેશ્વર અને શત્રુંજયની યાત્રા, સિદ્ધરાજે સેમેશ્વર વિગેરેની છેલ્લી યાત્રા બહુ ઠાઠથી કરી હતી, તેવા ઉલ્લેખો અચાન્ય ગ્રંથમાં આવે છે, પણ તેને સંવત જડતો નથી. તે વખતે સંવત આપવાની પદ્ધતિ બહુ પ્રચારમાં આવી ન હતી, તેથી જ તે સમયના અનેક મહત્ત્વના બનાના સંવત, માસ કે દિવસના ઉલ્લેખ ઐતિહાસિક ગ્રંથોમાં પણ બહૂ જ ઓછા મળે છે.
હેમચંદ્રાચાર્ય કે જેઓ સિદ્ધરાજના પ્રિય ગુરૂ અથવા જ્ઞાનગોષ્ઠીના મિત્ર હતા, અને ચાલુક્ય વંશના ઇતિહાસના મુખ્ય લેખક હતા, તેમણે
૧ હેમાચાર્યે પોતાના વ્યાકરણની સિદ્ધિ માટે ભદ્રિાવ્ય જેવાં બે કા બનાવ્યાં છે. સંસ્કૃત માટે વીસ સર્ગનું સંસ્કૃત અને પ્રાકૃતાદિ દ્વયાશ્રય માટે પ્રાકૃતિદ્વયાશ્રય આઠ સર્ગનું બનાવ્યું છે. સંસ્કૃતના છેલ્લા પાંચ સર્ગ તથા આખા પ્રાકૃત દ્વયાશ્રય (કુમારપાળ ચરિત્ર.) ની રચના બારમી સદી પૂરી થયા બાદ થઇ છે. આ બન્ને કાવ્યો ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનાં છે. મુંબઈ ગવર્મેન્ટ સંસ્થાએ છપાવ્યાં છે.
For Private and Personal Use Only