________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચના સંવત ૪૫ ઉદ્ધતાઈને તે સાંખી શકયો નહિ. તે મહાપ્રતાપી હતો અને તેની પાસે સૈન્યબળ પણ બહોળું હતું. સિદ્ધરાજે ચઢાઈ કરી. માલવાની રાજધાની ઉજૈન નગરીને ઘેરી લીધી. ત્યાંથી ધારાનગરીમાં નાસી ગએલ યશોવર્માને પકડી કેદ કરી ત્યાં (માલવામાં) પિતાની આજ્ઞા વર્તાવી. આ વિજયથી સિદ્ધરાજને જણે જ સંતોષ થયે. તેની કીર્તિ ચોમેર પ્રસરી. કેમકે યશોવર્મા માલવાને પ્રતાપી અને મોટે રાજા હતો.
માલવાથી પાછા ફરી સિ, જયસિંહ રાજા પાટણમાં આવ્યું. ભારતીય રિવાજ મુજબ ત્યાંની પ્રજાએ તેનું સડું સ્વાગત કર્યું. રાજા અને પ્રજાએ મહોટે વિજયેત્સવ કર્યો. જિતી આવેલા ગૂર્જર પતિને અનેક બ્રાહ્મણે કવિઓ અને ધર્મગુઓ આશીષ અને અનમેદન આપવા ગયા. આશીર્વાદ આપનારા ધર્મગુઓમાં હેમાચાર્ય પણ એક હતા; કે જેમને સિદ્ધરાજ સાથે પહેલે પરિચય ઘણા વર્ષો અગાઉ થઈ ગયો હતો.
૧, જુઓ સંસ્કૃત દ્વયાશ્રમ કાવ્ય સર્ગ. ૧૪ પ્રબંધ ચિંતામણિમાં રાજાએ સિદ્ધા ધારાનગરીમાં જઇ યવર્માને કેદ કર્યો. એવો ઉલલેખ છે. અર્થાત્ યશોવર્માની રાજધાની ધારામાં હતી
૨ પ્રભાવક ચમાં હેમચંદ્ર ચરિત્ર લેક ૬૯. પ્રબંધચિંતામણિમાં માલવાને જિતી આવ્યા પછી સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યને મેળાપ ટાંકો છે, પણ વિચાર કરતાં તેનાથી ઘણા વર્ષો અગાઉ તે બંને વચ્ચે સંબંધ થયો હશે એમ લાગે છે, કારણ કે જ્યારે વિ. સં. ૧૧૮૧ માં વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્રને શાસ્ત્રાર્થ સિદ્ધરાજના પ્રમુખપણા હેઠળ થયો, ત્યારે હેમચંદ્રની હાજરી ત્યાં હતી, એ વાતની નોંધ પ્રભાવક ચરિત્રમાં (દેવસૂરિ પ્રબંધમાં) અને પ્રબંધ ચિંતામણીમાં (પેજ ૬૭) માં છે.
For Private and Personal Use Only