________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેવાડ રાજ્યનાં પુસ્તકાલયો અને મ્યુઝીયમ ૩૫૫ શ્રીમાન ઠાકર કર્તીદાનજીના કહેવાથી જણાયું કે મહારાણા ફત્તેહસિંહજીની ઈચ્છા-પ્રેરણાથી પ્રસ્તુત પ્રશતિની રચના કરવામાં આવી છે. તેથી ઉદયપુર રાજ્યની સનાતન પદ્ધતિ પ્રમાણે આ સંપૂર્ણ કાવ્યને શિલાલેખોમાં કોતરવાની પૂરી ખાતરી હતી. દૈવયોગે કાવ્ય પૂરું થતાં પહેલાં મહારાણાબી ફતેહસિંહજી સાહેબ વિલેકવાસી થઈ ગયા. અત્યારે તેમના જ પુત્ર મહારાણાશ્રી ભૂપાલસિંહજી રાજ્યગાદી ઉપર છે. ઠાકર કર્ણદાનજી ઉપર તેમની કૃપા સારી છે, તેથી તેમને પૂરી આશા છે કે, વર્તમાન મહારાણા સાહેબ આ પ્રશસ્તિકાવ્યને શિલાલેખોમાં કોતરાવી ચિડના મહેલમાં યા કોઈ પ્રસિદ્ધ સ્થાનમાં મૂકાવશે અને પોતાની કારકીર્દીને ચિરંજીવી બનાવશે.
ઉદયપુર રાજ્ય પ્રાચીનતમ હોવા છતાં અત્યારે ઉદયપુરમાં દિગ્ગજ વિકાને તે નથી; પણ પં. ગિરધરલાલજી શાસ્ત્રો, ઠાકર કર્થીદાનજી વગેરે કેટલાક સારા વિધાન છે. પં. ગિરધરલાલજી કાવ્યસાહિત્યના સારા જ્ઞાતા વિદ્વાન છે. તેમણે કાવ્યપ્રકાશ ઉપર પદ્યબદ્ધ સંસ્કૃત વૃત્તિ વગેરે કેટલાક ગ્રંથો બનાવ્યા છે. ઉદયપુરમાં રાજ્ય તરફથી એક સંસ્કૃત શાળા પણ ચાલે છે.
મેવાડ રાજ્ય તરફથી ચાલતાં પુસ્તકાલયોની અહીં રૂપરેખા આપી છે. આટલું મોટું અને પ્રાચીન રાજ્ય હોવા છતાં રાજ્ય તરફથી જનતાને માટે ફક્ત એક જ પુસ્તકાલય છે, એ બહુ જ ઓછું દેખાય છે, જ્યારે વડેદરા રાજ્ય તરફથી એક હજાર કરતાં વધુ પુસ્તકાલયે સ્થાપિત થયાં છે. જો કે મેવાડની પ્રજામાં શિક્ષણને ઘણો અભાવ હોવાથી તેને વાચનને શેખ પણ નથી, છતાં રાજ્ય તે શેખ લગાડવા પગલાં લે તે સફળતા મળી શકે ખરી.
For Private and Personal Use Only