________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ જૈન સાધુઓના વિહારની મહત્તા
પૂજ્યપાદ શાસનદીપક પ્રખરવક્તા શ્રીવિદ્યાવિજયજી મહારાજજીિની સાથે તેમના જન્મસ્થામ સાંઇબામાં ગતવર્ષ ચોમાસું કર્યા પછી પડવણજ, દેહગામ, પ્રાંતીજ, વિજાપુર, મહેસાણા, ધીણોજ, પાટણ, પાલનપુરથી વિહાર કરી જગતપ્રસિદ્ધ આબુપર્વત સુધી પ્રવાસ (વિહાર) કર્યો. આ પ્રવાસમાં મને અનેક અનુભવો થયા. તેમાં ઘણી બાબતો લખવા જેવી મને જણાઈ અને મળી છે. આ બધું વિગતવાર લખતા વધુ સમય કાઢવો જોઈએ, પણ બીજી સાહિત્યક પ્રવૃત્તિઓના કારણે પ્રવાસમાં વધુ સમય મળે તેમ લાગતું નથી, તેથી જેમ અઢીવર્ષ પૂર્વે માળવામાં મેં (સાહિત્યોપયોગી વાતો ના શીર્ષકથી) પાંચ લેખો સારરૂપે “જેન માં લખ્યા હતા, તેમ ઈતિહાસ, સાહિત્ય કે ધર્મ સંબંધી ઉપર્યુક્ત બાબતને થોડા શબ્દોમાં લખી દઈ કંઈક સંતોષ માની લઉં તે સારૂં, એમ ધારી બે શબ્દો લખવા યત્ન કરું છું. '
સાબને શિલાલેખ
સાંઇબા એક નાનું સ્ટેટ છે. કપડવણજથી ઇશાનકાણમાં વીશ માઇલ ઉપર તે આવેલું છે. ત્યાં એક મેટી વાવ છે. તેની પાસે પાછળના ભાગમાં હનુમાનનું તૂટેલું મંદિર છે. ત્યાં એક લાલ રંગનો ખડબચડો પત્થર છે. તે કોઈ થાંભલાને ભાગ લેવો જોઈએ. તેમાં એક લેખ કે તરે છે. અક્ષરો ખરાબ હોવાથી બરાબર વંચાતું નથી. કેટલેક ભાગ વંચાય છે. તે અહીં આપું છું—
- संवत् १३५० वर्षे मागसर शुदी १४ शनीश्चरे दिने રી ....... મમથીવંચા (તા) સાથે શ્રીમંત શ્રી પ્રશાંત ક્ષિદરા શ્રી દુક સ જીજે...વ... ... ... ..
For Private and Personal Use Only