________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
અણહિલપુર-પાટણને ભૂતકાળ શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર
આમાં પંચાસરા પાર્શ્વનાથની મૂર્તિ ઘણીજ રમણીય તથા પ્રાચીન છે. ઐતિહાસિક ગ્રંથમાં લખેલું છે કે જ્યારે વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી ત્યારે પંચાસરથી આ મૂર્તિ મંગાવી તેની જૂના પાટણમાં સ્થાપના કરી હતી. જૂનું પાટણ તૂટી જવાથી આ મૂર્તિ અહીં લાવવામાં આવી છે. આવી સુંદર મૂર્તિઓ બહુ જ ઓછી જોવાય છે. પ્રેક્ષકના આંખ અને મનને સાંત્વન-પ્રમોદ કરનારી આ મૂર્તિ છે. આ મંદિરમાં વનરાજ ચાવડા તથા સુરપાલની મૂર્તિ પણ જૂની છે. પાટણના સેંકડે જૈને દરરોજ આ મંદિરમાં દર્શન કરવા આવે છે. અષ્ટાપદજીનું દહેરું
આ મંદિરના ભોંયરામાં મોટી મોટી જૈન પ્રતિમાઓ છે. લાકડાનું સુંદર કેતરકામ
ધીમટામાં કુંભારીયાવાડાના દહેરાસર તથા કપુર મહેતાના પાડામાં જે જૈન મંદિર છે તેમાં લાકડા ઉપર કરેલ કોતરકામ ઘણું સુંદર છે. અનેક ભાવો પ્રાણુઓ તથા ચરિત્ર લાકડામાં બહુ બારીકાઈથી કાતરેલાં છે. કામ જૂનું અને જોવાલાયક છે,
આ લેખમાં પાટણના ભૂતકાળને તેના આદિ કાલથી લઈ ટૂંકાણમાં પરિચય કરાવ્યું છે. પાટણને ભૂતકાળ ઘણું વિશાળ અને ઉજજવળ છે. તે સંબંધી આટલે લેખ બસ ન થાય. આખું પુસ્તક લખાવું જોઈએ. - પૂજ્ય મહારાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની પણ તે કામ કરવાની ઘણી ઉત્કંઠા છે. આ કામમાં રસ લેનારા તથા એ વિષે માહિતી અને સાધનો ધરાવનારા મહાનુભાવોને અમારી નમ્ર વિનંતિ છે કે અમને અમારા આ કામમાં સલાહ-સહાય આપે.
For Private and Personal Use Only