________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
અણહિલપુર-પાટણને ભૂતકાળ પ્રાંત કે તાલુકા તરીકે રહ્યું. અત્યાર લગી આ દશા છે. કમનસીબે ગુજરાતની રાજધાની તરીકેનું ગએલું પદ અત્યાર લગી પાટણને સાંપડયું નથી. દામાજીરાવ ગાયકવાડે પાટણને સર કરી પાટણને રાજધાની બનાવવાના મનોરથા સેવ્યા હતા. થોડાં વર્ષ સુધી પાટણમાં રાજધાની રાખી પણ હતી; પણ કપટથી તેમનુ મૃત્યુ થવાથી પાટણનુ એ સૌભાગ્ય લાંબા કાલ સુધી ટકયું નહિ. આ વાત અઢારમી સદીની છે. અત્યારે પાટણમાં ગાયકવાડ સરકારનો અમલ · ચાલી રહ્યો છે. મહેસાણા પ્રાંતને પાટણ એક તાલુકા છે. આ રીતે પાટણની ઉન્નતિ અને અવનતિની ટૂંકી રૂપરેખા છે.
.
નવા પાટણનું સ્થાન અને કિલ્લે,
પાટણનું ત્રણ વાર સ્થાનપરિવર્તન થયું કહેવાય છે. વનરાજ કે સિદ્ધરાજના સમયમાં જે સ્થળે પાટણ વસેલું હતુ તે સ્થળે અત્યારે જંગલ, ખંડેર અને વેરાન જેવુ છે. અત્યારે જે સ્થળે પાટણ છે, તે ક્યારથી વસેલુ છે ? શા કારણથી વસેલુ છે અને કાણે વસાવેલુ છે ? તે પ્રશ્નો ગુચવાડા ભર્યા છે, તેને ઉકેલવાના વિશ્વાસપ્રદ સાધના હજી અહીં મળ્યા નથી. તપાસ કરતાં જણાય છે કે અત્યારે જે સ્થળે વસ્તી છે તે નવુ પાટણ સો વર્ષ કરતાં પહેલાંથી વસેલુ છે, કેમકે લગભગ ખ્રસ્તી ૧૭૨૦માં લખાએલ ‘ખુલાસત-ઉત્–તવારીખ ’' પુસ્તકમાં પાટણમાં એ કિલ્લા હોવાનું જણાવ્યું છે; એટલે ક અત્યારે નવા પાટણની ચારે બાજુ જે કિલ્લો છે તે કાષ્ટ મુસલમાની અમલમાં થયા હોય એમ કલ્પના થાય છે. દામાજીરાવ ગાયકવાડના વખતમાં આ કિલ્લામાં સુધાર અને સંસ્કાર જરૂર થયા હશે. કેટલાકં દરવાજામાં હિન્દુ શિલ્પના દેખાવે તથા કાઇ કાઇ સ્થળે લેખા
મળે છે.
For Private and Personal Use Only