________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ અણહિલપુર-પાટણને ભૂતકાળ દુર્લભરાજ, ભીમ (બાણાવલી,) કર્ણ, સિદ્ધરાજ તથા કુમારપાલ સુધી સોલંકી વંશના પ્રતાપી તથા પ્રખ્યાત રાજવીઓ થયા છે, તેમની વીરતાથી સિંધ અને કેકણના, ગેડ અને બુંદેલખંડના રાજાઓ કાંપતા હતા અને શરણમાં આવતા હતા. વિમલશાહ, મુંજાલ, શાંત, ઉદયન, વાળ્યુટ, અંબડ, યશપાલ જેવા રાજનીતિમાં નિષ્ણાત વીરમંત્રીઓએ આ ભૂમિમાં રહી અનેક દેશો ઉપર ગુજરાતની છાપ પાડી હતી, તથા તે દેશની લક્ષ્મીને ગુજરાતમાં પાટણમાં આણી હતી. કમનસીબે અજયપાલથી આ વીરતા ઓસરવા માંડી. દિવસે દિવસે કમજોરી કલેશ અને બીજા કારણથી પાટણ ઉપર મુસ્લીમ સત્તા આવી. તે લોકોએ અને બારેટ વિગેરે બીજી જાતિના વીરેએ આ ભૂમિમાં વીરતાના પાઠ ભજવ્યા છે. આજે એ વીરતા ફકત ઈતિહાસને વિષય થઈ છે. કોઈ પણ જાતિમાં વીરતાને વિશેષ–સ્પષ્ટ ગુણ જણાતો નથી, જત જાતમાં પિતાના વર્ગોમાં લડવાની વીરતા જ રહી છે કે જે વીરતા ભારતની શક્તિને કીર્તિને ઉલટી ક્ષીણ અને કલંક્તિ કરી રહી છે. જે કામ, દેશ કે જાતિએ પિતાનું સ્થાન જગતમાં ગેરવવાળું રાખવું હોય તે કામે દેશ કે જાતિએ પોતાની કમજોરીઓને દૂર કરી, ડોકતાને ત્યાગ કરી વેવલાપણાને છોડીને બળવાન નિર્ભય અને મહાવીર થવું જરૂરનું છે. ઇસ્વીસન ૧૮૫૭ના બળવા વખતે મગનલાલ નામના એક જૈને બે હજાર પદળ સૈન્ય તથા બસે ઘડેસવારોને ભેગા કરી અંગ્રેજો સામે બહાદુરીથી સામને કર્યો હતો. ફરી જગતના જૈને અને વૈદિકામાં વીરતાનાં તો પ્રસરે એવી ભાવના આપણે કરવી જોઈએ. પાટણને વૈભવ અને વ્યાપાર
વૈભવને અર્થ છે ધમાલ, ઝવેરાત વિગેરે. રાજ્યસત્તા તથા વ્યાપાર સાથે વૈભવને ઘનિષ્ઠ સંબંધ છે. પાટણમાં લગભગ છ વર્ષ સુધી
For Private and Personal Use Only