________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા હ ડ મે ૨ એમ “પ્રબંધ ચિંતામણિ” વગેરે ગ્રંથોથી જાણી શકાય છે. આ અથવા બીજા કોઈ “બાહડ”ના નામથી આ ગામ વસ્યું હશે.
બાહડમેસ કયારે વસ્યું તે સંબંધી માહિતી પણ મને મળી નથી. છતાં તપાસ કરતાં જણાય છે કે બારમી સદીમાં તે આ નામનું નગર હૈયાત હતું જ. આ વાત નિમ્ન કેટલાંક પ્રમાણેથી સાબિત થઈ શકે એમ છે –
(૧) વિધિપ (અંચલગચ્છ) ની મેટી પઢાવલી જે ગુજરાતીમાં છપાએલ છે, તેમાં લખ્યું છે કે-“શ્રી જયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૦૦૭ માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સેમકરણજીને તેના વંશજો સહિત પ્રતિબધી જૈન બનાવ્યા. વિ. સં. ૧૧૧૧માં મુગલોએ આ ભિન્નમાલને નાશ કર્યો ત્યારે તેના સેમકરણના) વંશના રાય બગા' ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા. ત્યાં પરમાર વંશને દેવડ રાજા, હતો.”-(પૃ. ૨૦૪)
(૨) ઉદ્ધરણ નામને એક મંત્રી વિઠમની તેરમી સદીમાં થઈ ગયે. તે જૈન ધર્મ પાળનારે હતો. તેના પુત્ર કુળધરે બાહડમેમાં વાતારા નામનું જૈનમંદિર બનાવ્યાને ઉલેખ શ્રીક્ષમાલ્યાણકૃત ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળે છે.'
આ ઉલ્લેખ એટલું તો નિશ્ચિત કરે છે કે બાહડમેર વિ. સં. ૧૧૧૧ પહેલાં વસ્યું હતું.
१. उद्धरणमंत्री सकुटुम्बः खरतरगच्छीय श्रावकश्च बभूव । तस्य च कुलधरनामा पुत्रो जातः, येन बाहडमेरूनगरे उत्तुंगतोरणप्रासादः कारितः
ખરતરગચ્છની અપ્રકાશિત પદાવલી, પ. ૧૨
For Private and Personal Use Only