________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પાંચમે.
૭૮૫
નક નાયક
गुग्गुलुः कटुकः पाके वर्ण्यश्च बलवर्धनः॥ आयुष्यः श्रीकरः पुण्यस्मृतिमेधाविवर्धनः । पापप्रशमनः श्रेष्ठः शुक्रातवकरः स्मृतः॥ હવે એ ગુગળનું વિધાન હું તને કહું તે તું વિધિવત સાંભળ. ગુગળ ત્રિદોષને શમાવનાર, વીર્યજનક (પૌષ્ટિક), સ્નિગ્ધ, શરીરને પુષ્ટ કરનાર, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પાચન થતી વખતે તીખ, શરીરની કાંતિને વધારનાર, બળ વધારનાર, આયુષ્યને સ્થિર કરનાર, શોભા આપનાર, પુણ્ય, સ્મૃતિ અને બુદ્ધિ વગેરેને વધારનાર, પાપને શમાવનાર, શ્રેણ, અને પુરૂષને વીર્ય તથા સ્ત્રીઓને આર્તવ આપનાર છે.
ગુગળનો કવાથ પિવાનું વિધાન. वर्णगन्धरसोपेतो गुग्गुलो मात्रया युतः। भेषजैः सह निवाथ्यो यथा व्याधिहरैः पृथक् ॥ मात्रावसिष्टं तं दृष्ट्वा गालयेच्छुक्लवाससा। मृण्मये हेमपात्रे च राजते स्फाटिकेऽपि वा। पुण्ये तिथौ शुभे भे च जीर्णाहारक्षमान्विते । हुत्वाग्निं पर्युपासीत देवब्राह्मणभक्तितः। प्रविश्य कुसुमाकीणे मन्दिरे च समाश्रितः॥
સારા રંગનો, સારા ગધવાળા તથા સારા રસવાળો ગુગળ માપ પ્રમાણે લે. પછી જે રોગ ઉપર તે લાગુ કરે છે તે રોગને હરનારાં જુદાં જુદાં ઔષધો સાથે તેને કવાથ કરવો. પછી પીવાની માત્રા (માપ) જેટલી કહી હેય તેટલો કવાથ જ્યારે બાકી રહે ત્યારે તેને ધોળા વસ્ત્રવડે માટીના, સેનાના, રૂપાના કે સ્ફટિકના પાત્રમાં ગાળી લે. પછી પવિત્ર તિથિ અને સારા નક્ષત્રમાં જેમ ફૂલ વેર્યા હેય તેવા મંદિરમાં બેશીને દેવ અને બ્રાહ્મણની ભક્તિપૂર્વક અગ્નિમાં હોમ કરીને ખાધેલું પચી ગયું હોય તે વેળાએ ક્ષમાગુણવાળા (શાંત) થઈને તે કવાથ પીવો.
For Private and Personal Use Only