________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસાઠમા
તુલસી, હળદર, સુંઠ, પીપર, મરી, યવાની અજમા, લીમડાનાં પાંદડાં એ સર્વેને વાટીને સાપ કરડેલાના દંખ ઉપર ચાપડવું તેથી ઝેરની શાંતિ થાયછે.
૭૫૫
ઉપલેટ, મેાથ, જીરૂં, વાયવિડંગ, જેઠીમધ, અને ચણેાડીનું મૂળ, એ ઔષધોને ઠંડા પાણીમાં વાટીને તેનો લેપ કરવાથી મંડળવાદી સાપનું ઝેર મટી જાયછે.
જે મનુષ્યને રાજીમાન સર્પનું ઝેર ચઢયું હોય તેને ઘરો માસ, વજ્ર, મેાથ, સરસવ, યવાની અજમા, લીમડાનાં પાંદડાં, હરડે, બહેડાં, આમળાં, એ ઓષધાના કલ્ફમાં તેલ મેળવીને તેડે ત્રણ ઉપર લેપ કરવા.
પડચુસે, કરિયાતું, સુંઠ, પીપર, મરી, વજ, વારણીનું મૂળ, લીમડાની કુંપળા, હરડે, યુવાની અજમે!, હળદર, આંબાહળદર, એ ઔષધોને પાણીમાં વાટીને તેવડે દુષ્ટત્રણ ઉપર લેપ કરવા.
હે વૈધશ્રેષ્ઠ ! સ્થાવર જંગમ વિષ શરીરના જે ભાગમાં લાગ્યું હાય તે વિષવાળા ભાગ જલદીથી કાપી નાખવા કે બાળી નાખવા એમ ઉત્તમ મનુષ્યાએ કહેલું છે.
મંત્ર.
ओं नमो भगवते शिरसिशिखराय अमृतधाराधौत सकलविग्रहाय अमृतकुम्भपरिपूताय अमृतं प्लावय प्लावय स्वाहा ।
For Private and Personal Use Only
માથા ઉપર ચંદ્રધારણ કરનારા ભગવાન મહાદેવ કે જેનું સફળ શરીર અમૃતની ધારાવડે ધોવાયલું છે તથા જે અમૃના ઘડાવડે પવિત્ર થયેલા છે, તેમને નમસ્કાર છે. અમૃત છાંટા છાંટા, સ્વાહા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने विषतन्त्रं
नाम ऊनषष्टितमोऽध्यायः ।