SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૬ હારીતસંહિતા. દોષવાળું નેત્ર જાણવું. એ દેનાં લક્ષણોમાંથી બે દોષનાં લક્ષણ એકઠાં માલમ પડે તે તેને ઠંજ એટલે બે દેવાળું નેત્ર જાણવું અને બધા દેષનાં લક્ષણ માલમ પડતાં હોય તે સન્નિપાત દોષવાળું જાણવું. એ પ્રમાણે નેત્રરોગનાં લક્ષણ જાણુને પછી હું તેને જે ઉપચાર કહું તે સાંભળ. વાતાદિષવાળા નેત્રને ઉપચાર शुण्ठीसुरावसुरसाः सह काझिकेन चोष्णेन धावनमिदं मरुतोद्भवेषु । दुग्धेन धावनमिदं च सपैत्तिकेषु श्लेष्मोद्भवे त्रिफलकल्कमिदं समूत्रम् ॥ સુંઠ, દેવદાર, તુળસી, એ ત્રણની સાથે કાંજી મેળવીને તેને ગરમ કરીને તેવડે વાયુના રોગવાળી આખે છેવી; જે પિત્ત દોષથી નેત્રરોગ થયો હોય તે તે દૂધથી દેવી; અને જે કફથી અને રોગ થયો હોય તે હરડે, બહેડાં, આમળાં એ ત્રણનું કલ્ક કરી તેમાં ગાયનું મૂત્ર નાખીને તેવડે આંખ વી. - સન્નિપાત નેત્રરોગને ઉપચાર, शुण्ठी सठी च रजनी त्रिफला सनिम्बपत्राणि सैन्धवयुतानि तुषाम्लकेन । शस्तं वदन्ति नयनेषु ससन्निपाते रक्तोद्भवे च सरुजे च तथा प्रशस्तम् ॥ સુંઠ, કચુ, હળદર, હરડે, બહેડાં, આમળાં, લીંબડાનાં પાંદડાં અને સિંધવ, એ સર્વનું કલ્ક કરી તેને જવની કાંજીમાં નાખી તે વડે આંખે છેવી, તેથી વાતાદિ ત્રણે દોષ એકઠા મળવાથી ઉપજેલી નેત્રની પીડા મટશે. વળી લેહીથી ઉપજેલી પીડાવાળી આંખોને પણ એથી આરામ થશે. એ ઔષધ હિતકારક છે. વાતકફ નેવરેગને ઉપચાર फलत्रिकं दारुनिशासुधूमो वचासुवर्षाभवसैन्धवेन । प्रलेपनं श्लेष्मभवे विकारे सवातिके वा हितमेव शस्तम् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy