________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पंचचत्वारिंशोऽध्यायः।
નાકના રેગની ચિકિત્સા નાકના રેગના હેતુ તથા લક્ષણે
आत्रेय उवाच। नासारोगो भवेद्धीमन्! क्रिमिजो दोषजः पुनः । रक्तजश्च भिषक्श्रेष्ठ! लक्षणं च शृणुष्व मे ॥ वाताच्छिरोऽतिः शोफश्च सदाचं चातिपैत्तिकम् ।
कफजे सघनं शीतं क्रिमिजेऽसृक्पूयवाहनम् ॥
આત્રેય કહે છે–હે બુદ્ધિમાન વૈધ! નાકના રેગ વાતાદિક કૃમિથી, દોષથી, તથા લેહીના વિકારથી થાય છે. હે ઉત્તમ વ! હવે એ રેગનાં લક્ષણે હું તને કહું તે તું સાંભળ. વાયુથી થયેલા નાકના રોગમાં ભાથું દુખે છે તથા નાકમાં જે આવે છે, પિત્તથી થયેલા નાકના રોગમાં બળતરા બળે છે, કફથી થયેલા નાકના રોગમાં ઘાટે અને ઠંડા કફ વેહે છે; કૃમિથી થયેલા નાકના રોગમાં લોહી અને પરૂ વહે છે
નાકના રોગમાં નસ્યાદિ ઉપાય, नालापाके गुडशुण्ठ्या वातिके नस्यमेव च । शर्करावृतयष्टया च पैत्तिके नस्यमेव च। श्लैष्मिके सुरसावासारसेन विहितं च तत् ॥ विडङ्गहिङ्गुमगधाः क्रिमिदोषे हिता मताः ।
रक्तजेऽसृग्विरेकश्च शिरोरोग उपक्रमः॥
વાયુથી થયેલા નાકના રોગમાં ગોળ અને સુંઠનું નસ્ય આપવું; પિત્તના રંગમાં સાકર, ઘી અને જેઠીમધનું નસ્ય આપવું; કફના રોગમાં તુળસી અને અરડૂસાના રસવડે નસ્ય આપવું; કૃમિથી થયેલા નાકના રોગમાં વાયવિહંગ, હીંગ, તથા પીપરનું નસ્ય આપવું. લેહીથી થયેલા નાકના રોગમાં લેહીનું વિરેચન કરવું. લેહી નીકળી જવા દેવું, તથા માથાના રંગમાં જે ઉપચાર કહ્યા છે તે કરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने नासारोग
चिकित्सा नाम पंचचत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only