________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બાંધવી. અને ખાંસીના રેગવાળાએ તે ગોળી રાત્રે મુખમાં રાખવી તેથી તે ઘણે ગુણ આપે છે તથા તે શ્વાસ, ક્ષય અને લોહીથી થયેલી ઉધરસને મટાડે છે.
પિત્તકાસ ઉગર શર્કરાદિ લેહ, शर्करा चैव खजूरं द्राक्षा लाजः कषा मधु । सपिर्युतो हितो लेहः पित्तकासनिवारणः ॥
इति पित्तकासचिकित्सा । સાકર, ખજૂર, દ્રાક્ષ, ડાંગરની ઘાણી, પીપર, મધ, એ સર્વમાં ઘી નાખીને ચાટવાથી પિત્તથી થએલી ખાંસી મટે છે.
આરૂષાદિ અવલેહ, आटरूषकपत्राणि पिचुमंददलानि च । तुलसीस्वरसं चैव सठी भृङ्गी मरीचकम् ।
शुण्ठी गुडयुतं लिह्यात्कासे वातकफात्मके ॥
અરસાનાં પાંદડાં, લિંબડાનાં પાંદડાં, તુળસીનાં પાંદડાંને રસ, પકર, ભારંગ, મરી, સુંઠ, એ સર્વને ગોળમાં નાખીને તેને ચાટવાથી વાયુ તથા કફથી થયેલી ઉધરસ મટે છે.
ભાદિ કવાથ, भााश्च नागपिप्पल्याः पिबेत् क्वार्थ सुखोष्णकम् । कफे कासे प्रतिश्याये श्वासे हृद्रोगसंज्ञिके ॥
ભારંગ અને ગજપીપરને કવાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે પીવે, તેથી કફની ખાંસી, સળેખમ, શ્વાસ, છાતીનો રેગ એ સર્વ મટે છે.
આર્કક રસને પ્રયોગ, आर्द्रकस्य रसं नीत्वा मधुना च पिबेत् सुधीः । कासे श्वासे प्रतिश्याये ज्वरे श्लेष्मसमुद्भवे ॥
૧ માનાવસ્થા, ૫૦ ૨-૨,
For Private and Personal Use Only