________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯૦
હારીતસંહિતા.
ભાગ આદિ ક્વાથ,
भांगसठी गोस्तनीशृङ्गवेरशृङ्गीकणाचूर्णयुतोऽवलेहः । गुडेन तैलेन हितो विनाशयेत् मरुद्भवं कासविकारमाशु ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારંગ, ષડકચુરા, દ્રાક્ષ, આદું (સુંઠ), કાકડાસીંગ, પીપર, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં ગોળ તથા તેલ નાખીને ચાટવા આપવું. એ ચાટણથી વાયુની ખાંસી નાશ પામે છે.
વિધાદિ ચૂર્ણ.
विश्वदुःस्पर्शशृङ्गीसठीपुष्करं दारुभार्गीकरणामुस्तरास्नायुतम् । शर्करायुक्तमेतं हितं चूर्णितं कासनिःश्वासवातोद्भवं हन्ति वै ॥
इति वाकासचिकित्सा |
સુંઠ, ધમાસા, કાકડાસીંગ, ખડક્યુરો, પુષ્કરમળ, દેવદાર, ભારંગ, પીપર, માથ, રાસના, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને ખાવાથી વાયુથી ઉત્પન્ન થયેલી ઉધરસ તથા શ્વાસ મટેછે.
કફ્ફળાદિ કક
कट्फलं कत्तृणं मुस्ता वचा धान्यकं पर्पटं देवदारुस्तथा । दाविविश्वायुतं कर्कटं कल्कयेत् पानमेतन्मधुसंयुतं मानवः । कासिनां कासमाशु प्रतीकारयेच्छ्रेष्मसंभूततापक्षयं पीनसं ॥ शोषकण्ठग्रहं श्लेष्मवातात्मकं नाशयत्याशु हिक्काज्वरंश्लेष्मिकम्। इति कट्फलादि ।
કાયફળ, રાહિસઘાસ, ભારંગ, માથ, વજ, ધાણા, પિત્તપાપડો, દેવદાર, દારૂહળદર, સુંઠ, કાકડાસીંગ, એ સર્વનું કલ્ક કરીને તેમાં મધ નાખીને તે પીવું. એ ઔષધથી ખાંસીના રોગવાળાની ખાંસી જલદી મટે છે. કફથી થયેલા તાવ, ક્ષય, પીનસ, શોષ, ક અને વાયુથી થએલા કંગ્રહ, કથી થયેલી હિક્કા અને જ્વર એ સર્વે રોગ મટે છે.
For Private and Personal Use Only