________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમે.
૪૪૫
छागं पयो वा सुरभीपयो वा चतुर्गुणेनापि जलेन कल्कः। सशर्करं पानमिदं प्रशस्तं सरक्तपित्तं विनिहन्ति चाशु॥
બકરીનું કે ગાયનું દૂધ અથવા પાણ એમાંનું હરકાંઈ એગણું લેઈને તેમાં અરસાનાં પાનાંનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને પીવાથી રક્તપિત્ત મટે છે.
બલાદિ દૂધ, "बलाश्चदंष्ट्रामलकीफलानि द्राक्षा मधूकं मधुयष्टिकानाम् । .. सिद्धं पयःपानमिदं हितं स्यात् पिते सरक्ते मनुजस्य शान्त्यै॥
બળબીજ, ગોખરૂ, આમળાં, દ્રાક્ષ, મહુડાં, જેઠીમધ, એ ઔષધો નાખીને સિદ્ધ કરેલું દૂધ પીવાથી રક્તપિત્તવાળાનો રોગ મટીને તેને શાંતિ થાય છે.
ખદિર વગેરેનું ચૂર્ણ खदिरस्य प्रियङ्गनां कोविदारस्य शाल्मलेः।
पुष्पं चूर्ण तु मधुना लिहन्नारोग्यमश्नुते ॥ ખેર, કાંગ, કેવિદાર (ગરમાળ) અને શીમળાનાં ફૂલ, એમનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી રક્તપિત્ત મટીને આરોગ્ય થાય છે.
હરડેને પ્રગ आटरूषकरसेन सप्तधा भाविता च पुनरेव शोषिता। । पिप्पलीमधुसमन्विताऽभया रक्तपित्तमतिदुर्जयं जयेत् ॥
હરડેનું ચૂર્ણ કરીને તેને અરડૂસાના રસના સાત પટ દેવા. પછી તેને મધ તથા પીપર સાથે ખાવી તેથી ન મટે એવું રક્તપિત્ત પણ મટી શકે છે. કેટલાકને મતે એમ છે કે આખી હરડેને અરડૂસાના રસમાં પલાળી મૂકી પછી સૂકાવા દેવી. એવી રીતે સાત પટ થયા પછી તેનું ચૂર્ણ કરીને મધ પીપર સાથે ખાવાથી ઉક્ત ગુણ આપે છે.
એલાદિ અવલેહ, एलादलानि सहपद्मकनागकेशरैः
र्द्राक्षा घना च मधुपिप्पलिका समांशा। ૩૮
For Private and Personal Use Only