________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૬
હારીતસંહિતા.
કસરત ન કરવાથી, સ્નિગ્ધ ભાજન કરવાથી, ગૌણ નામના મદ્યસહિત આહાર કરવાથી, એરડીના વિકાર ખાવા પીવાથી, તેલથી, ભેંસ વગેરેનાં દૂધથી, અતિશય ખાવાથી, દિવસે ઉંધવાથી, અને થંડથી, એટલાં કારણાથી કફનું શૂળ કાપ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કફળની સંપ્રાપ્તિ. माषातिशीतलपयोदधिभिः सुशीतैर्मत्स्यैस्त्वनून पललैरतिसेवितैस्तु । श्लेष्मा भृशं शमयतेऽनलमाशु शूलं कोष्ठे करोति मनुजस्य विकारमुग्रम् ॥
અડદ, અતિ ઠંડા પદાર્થો, અતિ ઠંડાં દૂધ અને દહીં, ઘણા માંસવાળા મત્સ્ય, ત્યાદિ પદાર્થો ખાવાથી અત્યંત કા ઉત્પન્ન થઈને જઠરાશિને શમાવી દેછે તથા મનુષ્યના કોઠામાં શૂળ નામના ભયંકર વ્યાધિ ઉત્પન્ન કરેછે.
કફશૂળનાં લક્ષણ
हल्लासका सवमिजाड्यशिरोगुरुत्वं स्तैमित्यशीतलतनूरुचिबन्धनं च । भुक्तप्रसेकमधुरस्य तयाभिरामं स्निग्धं मुखं भवति यस्य कफात्मकोऽसौ ॥
જે રોગીને છાતીમાં પીડા, ખાંસી, ઉલટી, જડતા, માથાનું ભારેપણું, શરીરનું ભાનાપણું, શરીરની શીતળતા, અરૂચિ, ખાધા પછી મુખમાં પાણી છૂટવું, મોટું મધુર થઈ જવું, અને મુખ ચીકણું થવું, એવાં લક્ષણો થાય તેને કકુળ થયું છે. એમ જાણવું.
આમ અને નિરામ શૂળનાં લક્ષણ
श्लेष्मोद्भवान्येव भवन्ति यस्य चिह्नानि तच्चामभवं तु शूलम् । सपैत्तिकानीव भवन्ति यस्य तमाहुर्जीर्णेऽपि निरामशूलम् ॥
For Private and Personal Use Only