________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૮
હારીતસંહિતા.
મરી, પીપરીમૂળ, વાવડીંગ, સરગન, જવાન અજમા, નસાત્તર, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને તે પીવાથી ઉતાવળે સધળા કૃમિનો નાશ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો ઉપાય,
मुस्ता विशाला त्रिफलाखुकर्णी शिग्रुः सुराह्वं सलिलेन कल्क्य । पानं सकृष्णाक्रिमिशत्रुचूर्णैर्विनाशनं सर्वक्रिमीरुजां च ॥
મેાથ, ઈંદ્રવારણી, ત્રિફળા ( હરડે, ખેહેડાં, આંમળાં,) ઉંદરની, સરગવા, દેવદાર, એ સર્વેનું પાણી સાથે વાટીને ફક કરવું. પછી તેમાં પીપર અને વાવડીંગનું ચૂર્ણ નાખીને પીવું તેથી સધળા પ્રકારની કૃમિની પીડા દૂર થાયછે.
ચાથેા ઉપાય.
सुरसा सुरदारु मागधी बिडकम्पिल्लुविडङ्गदन्तिनी । त्रिवृतात्रिफला रसोनकं कृमिहृद्वै सलिलेन सेवितम् ॥
તુળસી, દેવદાર, પીપર, બિડખાર, કપીલો, વાવડીંગ, દંતીમૂળ, નસેાતર, ત્રિફળા, એને લસણુ, એ ઔષધોનું કલ્ક કરીને પાણી સાથે પીવામાં આવે તે તે કૃમિને દૂર કરેછે.
પાંચમા ઉપાય.
मातुलुङ्गस्य मूलानि रसोनः क्रिमिजित् त्रिवृत् । अजमोदा निम्बपत्वं गोमूत्रेण तु पेपयेत् ॥
प्रानमेतत् प्रशंसन्ति क्रिमिदोषनिवारणम् । ज्वरप्रोक्तानि पथ्यानि क्रिमिदोषे प्रदापयेत् ॥
ખીજોરાનાં મૂળ, લસણ, વાવડીંગ, નસોતર, અજમેાદ, લીંબડાનાં પાંદડાં, એ સર્વને ગાયના સૂત્ર સાથે વાટવું. એ ઔષધોનું પાન કૃમિ દોષનું નિવારણ કરનારૂં છે માટે તે વખાણવા યોગ્ય છે. જ્વરના રાગમાં જે પથ્થરોગીને આપવાનું કહેલું છે તેજ પથ્ય કૃમિદોષમાં પશુ આપવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने क्रिमिचिकित्सानाम पञ्चमोऽध्यायः ।
For Private and Personal Use Only