________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પાંચમે.
૩૬૭
રસ ખાવાથી મનુષ્યોનું લોહી બગડે છે. એ બગડેલું લોહી કફવડે ક
ણ થાય છે અને વીર્યના યોગથી તેને આકાર બંધાય છે. પછી પંચભૂતાત્મક વાયુના વેગથી તે સચેતન થાય છે. એવી રીતે સચેતન થએલા કૃમિઓ રસ તથા અન્નની પેઠે પચી જતા નથી કે કોઠામાંના અગ્નિથી તે બળતા પણ નથી. જેમ ઝેરમાં ઉત્પન્ન થએલે જીવડો ઝેરથી મરતે નથી, તે જ પ્રમાણે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા કૃમિ તે અગ્નિવડે પચી જતા નથી. એમ છતાં એવા તે કૃમિઓ પણ જેથી મરી જાય એવું ઔષધ તને કહું છું. અથવા તે કૃમિ ગુદ માર્ગ નીચે પડે અથવા શમી જાય એવાં ઔષધ તું મારી પાસેથી સાંભળ.
કૃમિ પાડવાનું ઔષધ, वचाजमोदा क्रिमिजित् पलाशबीजं सठी रामठकं निवृच्च । उष्णोदके तत् परिपिष्य पेयं पाताय शीघ्रं शतधाकृमीणाम् ॥
વજ, અજમેદ, વાવડીંગ, પલાશબીજ, પડકચુ, હીંગ, નરોત્તર, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું તેથી સેંકડો પ્રકારે તકાળ કૃમિઓ નીચે પડે છે.
કૃમિઓને નાશ કરવાને ઉપાય, सठी यवानी पिचुमन्दप विडङ्गकृष्णातिविषा रसोनम् । संपिष्य मूत्रेण त्रिवृत्प्रयुक्तं विनाशनं सर्वक्रिमीरुजानाम् ॥
પડક, જવાન અજમો, લીમડાનાં પાનાં, વાવડીંગ, પીપર, અતિવિખની કળી, લસણ, એ સઘળાંને ગાયના મૂત્ર સાથે વાટીને તેમાં નસોતરનું ચૂર્ણ મેળવવું અને પછી પીવું, એ પીવાથી સર્વ પ્રકારના કૃમિઓની પીડાનો નાશ થાય છે.
બીજો ઉપાય. मरिचं पिप्पलिमूलं विडङ्गशिग्रु यवानिकात्रिवृतः। गोमूत्रेण तु पेण्यं पानं शीघ्र क्रिमीन् हन्ति ॥
૧ ત્રિવિક્ષા. p૧
For Private and Personal Use Only