________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
હારીતસંહિતા.
ચેાથે ઉપાય-પિત્તપાપડને કવાથ, एकोऽपि वै पर्पटको वरिष्ठः पित्तज्वराणां शमनाय योग्यः । तस्मात् पुनर्नागरवालकाढ्यः सिंहो यथा कङ्कटकप्रवृत्तः॥
પિત્તવરને મટાડવાને એક પિત્તપાપડાને કવાથ પણ શ્રેષ્ઠ છે. એજ પિત્તપાપડામાં જે સુંઠ અને વરણવાળો મેળવીને એ ત્રણનો કવાથ કર્યો હોય તે, જેમ સિંહને વળી બખતર પહેરાવ્યું હોય, તેની પેઠે પિત્તજ્વરને અવશ્ય નાશ કરે છે.
પાંચમે ઉપાય-સ્થાદિ કવાથ, नागरोशीरमुस्ता च चन्दनं कटुरोहिणी ।
धान्यकानां तु क्वाथश्च पित्तज्वरविनाशनः॥ સુંઠ, વરણવાળો, મેથ, રક્તચંદન, કુટકી (કડાછાલ,) ધાણા, એ ઔષધોને ક્વાથ પિત્તવરને નાશ કરનાર છે.
છો ઉપાય-અમૃતાદિ કવાથ, अमृतापर्पटी धात्री काथः पित्तज्वरं हरेत् । ગળે, પિત્તપાપડો, આમળાં, એ ઔષધોનો કવાથ પિત્તવરને ભાડે છે.
સાતમે ઉપાય-દ્રાક્ષાદિ કવાથ, द्राक्षापर्पटकं तिक्ता पथ्यारग्वधमुस्तकैः॥ क्वाथस्तृषाभ्रमोदाहरक्तपित्तज्वरापहः॥
દ્રાક્ષ, પિત્તપાપડે, કફ, હરડે, ગરમાળો, મેથ, એ ઔષધોને કવાથ તરસ, ભ્રમ, દાહ, રક્તપિત્ત અને જ્વર, એ રેગોને મટાડે છે.
દેહાદી ઉપર વિદાયદિ લેપ, विदारिकारोध्रदधित्थकानां स्यान्मातुलुङ्गस्य च दाडिमानाम्। यथानुलाभेन च तालुलेपे निहन्ति दाहं तृषामूर्छनं च ॥
વિદારિકા (શીવણી,) લેધર, કોઠું, બીજોરું, દાડિમ, એમાંથી જેટલાં મળે તેટલાં લઈને તેને વાટીને તેને તાળવા ઉપર લેપ કરવાથી દાહ, તરસ અને મૂર્ણ એટલા રેગ મટે છે.
૧ મૂu>. g૦ રૂ નો.
For Private and Personal Use Only