________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આવીશમા.
કાચબાનું માંસ મધુર, સ્વાદીષ્ટ, વીર્યની વૃદ્ધિ કરનારૂં, વાયુ અને ને ઉત્પન્ન કરનારું, પૌષ્ટિક તથા રૂક્ષ છે.
કુલીર ( કરચલા ) ના માંસના ગુણ कुलीरोऽतिबलो वृष्यः पाण्डुक्षयविनाशनः । शोफातिसारग्रहणीस्थविराणां स्त्रियां हितः ॥ इति कुलीरगुणाः ।
કુલીર અથવા કરચલાનું માંસ અતિ ખળ આપનારૂં, પુષ્ટિકારક, પાંડુ અને ક્ષયરાગને નાશ કરનારૂં તથા સાજો, અતિસાર અને ગ્રહણી રાગને મટાડનારૂં છે. એ માંસ વૃદ્ધો અને સ્ત્રીઓને હિતકર છે.
મગરના માંસના ગુણ.
मकरो दीपनो हृद्यो ग्राही चोष्णविकारहा । मूत्राश्मरीणां शमनो गुल्मातीसारनाशनः ॥
૧૬૧
મગરનું માંસ જઝરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં, હૃદયને હિતકર, મળનું ગ્રહણ કરનારૂં, અને ગરમીના વિકારને નાશ કરનારૂં છે. વળી તે મૂત્રના રોગને તથા પથરીના રોગને શમાવનારૂં અને ગુક્ષ્મ રાગ તથા અતિસાર રાગને નાશ કરનારૂં છે.
નહિ ખાવાયાગ્ય પ્રાણીઓ.
कोकः कोकिलश्येनशूकरखरोष्ट्राः श्वादयो भल्लुका व्याडो वै शरभस्तुरंगमगजाश्चान्येपि जीवा नृणाम् । मण्डूकाश्च सरीसृपादिकगणा घूकाः कलिङ्गाश्च ये काकः सारसशारिकाः शुक इमे भक्ष्ये न शस्ता इति ॥
For Private and Personal Use Only
ચક્રવાક પક્ષી, કોયલ, બાજ, ભૂંડ, ગધેડું, ઉંટ, કૂતરૂં, રીંછ, બગલા, શરભ પક્ષી, ઘોડા, હાથી અને એવાજ બીજા જીવા પુરૂષોએ ખાવા યોગ્ય નથી. વળી દેડકા, પેટે ચાલનારા પ્રાણીઓના વર્ગના બધા પ્રાણી, ધ્રુવડ, લિંગ પક્ષી, કાગડા, સારસ, મેના, અને પોપટ, એ પ્રાણીઓ પણ ભક્ષ્ય કરવામાં હિતકર નથી, એવું વૈધાચાર્યોનું મત છે.