________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સત્તરમા
નારંગીના ગુણુ,
नारङ्गजं स्वादु गुणोपपन्नं सन्दीपनं 'रोचनकारि हृद्यम् । त्रिदोषहृत् शूलकिमीन्निहन्ति मन्दाग्निकासश्वसनापहारि ॥ इति नारङ्गगुणाः ।
નારંગી મધુર ગુણવાળી, જદરાગ્નિને પ્રદિપ્ત કરનારી, રૂચિકરનારી, હૃદયને હિતકર, ત્રિદોષને નાશ કરનાર, શૂળ અને કૃમિને નાશ કરનાર, તથા મંદાગ્નિ, ખાંસી અને શ્વાસને હણનાર છે.
આમલીના ગુણ,
૧૩૭
अम्लं हि चाम्लीफलमाविपक्कं तदस्त्रपित्तामकरं विदाहि । वातामये शूलगदे प्रशस्तं पक्कं तथा शीतगुणोपपन्नम् ॥ કવિ મુળા ।
*આંમલીનું કાચું ફળ, ખાટું હોયછે. એ કાચું ફળ ખાધું હોય તો તે રક્તપિત્ત અને આમરોગ ઉપજાવેછે તથા જારમાં દાહ ઉત્પન્ન કરેછે. આંમલીનું પાકું ફળ વાયુના રોગમાં અને શુળ રાગમાં હિતકર છે, કેમકે તે શીત ગુણવાળું છે.
દ્રાક્ષના ગુણ,
द्राक्षाफलं मधुरमम्लकषाययुक्तं क्षारेण पित्तमरुतां कफहारि शीघ्रम् । श्रेष्ठं निहन्ति रुधिरामयदाहशोषमूर्च्छाज्वरश्वसनका सविनाशकारि ॥
इति द्राक्षागुणाः ।
દ્રાક્ષનું ફળ મધુર, ખાટું, અને તુરૂં છે. તે ક્ષાર સાથે ખાવાથી પિત્ત, વાયુ અને કફને તત્કાળ હરણ કરેછે. વળી તે લોહીના રાગ, દાહ, શોષ, મૂર્છા, તાવ, શ્વાસ અને ખાંસીને હણે એવી શ્રેષ્ઠ છે.
For Private and Personal Use Only
૧ ચાર્મોમાં ૬. પ્ર. ૧ સી.
* પ્ર. ૩ જી માં આ ગુણ્ણા આંમળાંના ગુણ ભેગા લખ્યા છે, તેમાં આંમલીને ઠેકાણે આંમળાં ગ્રહણ કર્યો છે.