________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પંદરમા
તલ વિપાકમાં મધુર, બળ આપનાર, સ્નિગ્ધ, ત્રણના ઉપર લેપ કરવામાં પથ્ય, બળ આપનારા, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારા, બુદ્ધિને વધારનારો, શ્રેષ્ઠ, મૂત્રદોષને હરનારો, અને ભારે છે. સધળી જાતના તલમાં કાળા તલ ઉત્તમ છે, ધોળા તલ મધ્યમ છે અને બાકીના બધા તલ નિક છે.
૧૧૯
ચણાના ગુણ
रक्त कफे पीनसके तु कण्ठे गलामये वातरुजे सपित्ते । शीतः प्रतिश्यायकृमीन्निहन्ति शुष्कस्तथार्द्धश्चणकः प्रशस्तः ॥ इति चणकगुणाः ।
રક્તના રોગમાં, કના રોગમાં, પીનસ રોગમાં, કંરોગમાં, ગળાના રોગમાં, વાયુના રોગમાં અને પિત્તના રોગમાં, સૂકા તેમ લીલા ચણા ઉત્તમ છે. વળી તે ઠંડા છે તથા સળેખમ અને કૃમિરોગને
નાશ કરનારા છે.
અડદના ગુણ
स्निग्धोऽथ वृष्यो मधुरश्च बल्यो मरुत्कफानां परिबृंहणश्च । पाकेstoकोणो विदितो हिमश्च मावोऽथ हृद्यः कथितो नरैश्च ॥ इति माषगुणाः ।
અડદ સ્નિગ્ધ, વીર્યવર્ધક, મધુર, બળ આપનાર, અને વાયુ તથા કને વધારનાર છે. વળી તે વિપાકમાં ખાટા તથા ગરમ છે. વૈદ્યવિદ્યાને જાણનાર પુરૂષો અડદને ઠંડા તથા હૃદયને હિતકર કહેછે.
For Private and Personal Use Only
મગના ગુણ.
शीतः कषायो मधुरो लघुः स्यात् पैत्तास्रजदोषहरः सरश्च । विपाकaisit कटुकप्रधानो मुद्गस्तथायं कथितोऽवधेयः ॥
इति मुद्गगुणाः ।
મગ ઠંડા, તુરા, મધુર અને હલકા છે. તે પિત્તરક્તના દોષને હરનારા અને રેચક છે, વિપાકમાં તે મુખ્યત્વે કરીને તીખા છે. ભગ એવા ગુણવાળા કહેલા છે તે તારે ધ્યાન રાખીને જાણવું.