________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
ઘેટીનું દહીં કફ અને વાયુને તથા અર્ચને કોપાવનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, નેત્રને હિતકર, પાંડુરોગને ઉપજાવનારું, વાયુ ઉત્પન્ન કરનારું, રૂક્ષ, ગરમ, તુરું, સળેખમ ઉત્પન્ન કરે એવું, દેશને ઉત્પન્ન કરે એવું, મધુર રસવાળું, મધુર વિપાકવાળું, કષાય રસવાળું, અને કઢને વધારનારું છે.
વર્ધાતુના દહીંના ગુણ, वार्षिकं पित्तद्वातशमनं कफकोपनम् । गुल्मार्शःकुष्ठरोगे च रक्तपित्ते न शस्यते ॥
___ इति वार्षिकदधिगुणाः । વર્ષાઋતુનું દહીં પિત્તને ઉત્પન્ન કરનારું, વાયુને શમાવનારું અને કફને કપાવનારું છે એ ઋતુમાં ગુલ્મ, અર, કુષ્ટરોગ અને રક્તપિત્ત, એ રેગવાળાને દહીં ખાવું સારું નથી.
શરદઋતુના દહીંના ગુણ शारदं दधि गुर्वम्लं रक्तपित्तविवर्धनम् । शोफतृष्णाज्वरार्तानां करोति विषमज्वरम् ॥
इति शारददधिगुणाः । શરઋતુનું દહીં ભારે, ખાટું અને રક્તપિત્તને વધારનારું છે. સેજો, તરસને વેગ અને તાવવાળાને એ ઋતુમાં દહીં આપવાથી તેને વિષમજવર ઉત્પન્ન કરે છે.
હેમંતઋતુના દહીંના ગુણ गुरु स्निग्धं सुमधुरं कफद्वलवर्धनम् । वृष्यं मेध्यं च हैमन्तं पुष्टिदं तुष्टिवृद्धिदम् ॥
રૂતિ મન્તધr: હેમંતઋતુનું દહીં ભારે, સ્નિગ્ધ, ઘણું મીઠું, કફ ઉપજાવનારું, બળ વધારનારું, વિર્યજનક, બુદ્ધિ આપના, પુષ્ટિ આપનારું, તૃપ્તિ કરનારું અને ધાતુઓની વૃદ્ધિ કરનારું છે.
For Private and Personal Use Only