________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
રીતે સમ્યગ જ્ઞાન, દર્શને પ્રરૂપણ નામ સમયસારને આઠમે અને ધ્યાય થયે.
હવે સમ્યક ચારિત્ર પ્રરૂપણ નામ નવમે અધ્યાય કહે છે.
" (નવમે અધ્યાય.) સદોષ વ્યાપારથી વિરમવું તેને સમ્મચારિત્ર કહ્યું છે. ૧ સવથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે, તેમાં સર્વથી ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રત રૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરેના તેમજ મહાવિદેહ ક્ષેત્રવતી તી. થંકરના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનને ત્યાગ થઈ ચૂકે એ બુદ્ધિથી ચાર મહાવ્રત રૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માતારૂપ છે. કેમકે એ “પ્રવચન માતા થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસંપરાય અને પ યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જાણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરેના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હેતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે, ત્યારે પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં સર્વે ચારિત્ર હોય છે ). આસર્વ વિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનેને હોય છે. તે પાળવામાં અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સર્વે મળીને બાર વ્રત કહ્યા છે. ૧ બે કરણ ત્રણ જેગ, ૨ બે કરણ બે જેગ, ૩ બે કરણ એક જેગ, ૪ એક કરણ ત્રણ જેગ, ૫ એક કરણ બે જોગ અને ૬ એક કરણ એક જોગ એમ શ્રાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાએ છ છ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્ધિક ત્રિક આદિ સંગે આશ્રી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંવેધવડે યથોત્તર છ ગુણ થાય છે. (એક
For Private and Personal Use Only