SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રી સમયસાર પ્રકરણ કરીને જાણવી. તેમાં અકામ નિર્જરા સર્વ જીવેને હોય તે આ રીતે–એકેન્દ્રિયાદિક તિર્યંચે યથાસંભવ છેદનભેદન, શીત, તાપ, વર્ષાજળ, અગ્નિ, ક્ષુધા, તૃષા, ચાબુક અને અંકુશાદિવડે; નારકી (નરકના) ત્રણ પ્રકારની વેદનાવડે મનુષ્ય સુધા, તૃષા, આધિ, દારિદ્ર અને બંધીખાનાદિકવડે; અને દેવતાઓ પરવશતા અને કિલિબષપણાદિકવડે અશાતા વેદનીય કર્મને અનુભવી (ભગવી) અપાવે છે. તેથી તેમને અકામનિર્જરા જાણવી. સકામનિર્જરા તે અનશન, ઉદરી, ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપ), રસત્યાગ, કાયક્લેશ (લાચાદિકવડે દેહદમન) અને પ્રતિસંલીનતા (કાચબાની પેરે અંગે પાંગને સંકેચી રાખવા) એ છ પ્રકારના બાઢતપ તથા પ્રાયચ્છિત્ત, વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છે પ્રકારના અત્યંતર તપને તપતાંનિર્જરાભિલાષીને થવા પામે, એ રીતે નિર્જરાતત્ત્વ નિરૂપણનામાં સમયસાર પ્રકરણને છો અધ્યાય થયે. અથ મેક્ષિતત્ત્વ નિરૂપણનામા સપ્તમ અધ્યાય. (જ્ઞાનાવરણાદિ) ચાર ઘાતિકમના (સર્વથા) ક્ષયવડ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્તને સમસ્ત કર્મને ક્ષય થયે મેક્ષ કહ્યો છે. ક્ષીણકર્મીઓ ગૌરવ (ભારેપણા) ના અભાવે નીચા જતા નથી, એગ પ્રગના અભાવથી તીચ્છ જતા નથી, પરંતુ નિઃસંગતાથી મળ-લેપ વગરના તુંબડાની પેરે, કર્મ—બંધનના છેદાવાથી એરંડના ફળની પેરે, પૂર્વ પ્રગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણની પેરે તથા ગતિ પરિણામથી ધૂમાડાની પેરે ઉંચા (ઉર્ધ્વગતિએ) જ જાય છે અને લેક (આકાશ) ના અંતે રહે છે. ધમસ્તિકાયના અભાવથી આગળ (અલકમાં) ગતિ (ગમન) થવા પામે નહિ. (તેથી) ત્યાંજ (લેકના અગ્રભાગેજ ) રહ્યા છતા, શાવત-નિરૂપમ–સ્વાભાવિક ૧ અકામ-ઇચ્છા વગર કષ્ટાદિ સહન કરતાં. ૨ નરકક્ષેત્રજન્ય, અન્ય ઉદીતિ અને પરમાધામી કૃત. ૩ છઠ્ઠ અઠ્ઠમાદિ. ૪ જરૂર કરતાં ઓછો આહાર કરે તે. ૫ પાપ આલેચના (આલોયણું) દેહાદિક મમત્વ ત્યાગ. For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy