________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૫૫
ઉઘાત (૨૫), નિર્માણ (૨૬), તીર્થકર (ર૭), અને ત્રસદશકો+ (૩૭)એ ૪૨ પુન્ય(શુભ) પ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. હવે ૮૨ (અશુભ) પાપ પ્રકૃતિએ વર્ણવે છે.
પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિશ્રમેહનીય અને સમ કિત મેહનીયના બંધને અભાવ હોવાથી બાકીની ૨૬ મેહનીય પ્રકૃતિ, પાંચ અંતરાય એ રીતે ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતિકર્મની કહી, અને અસતાવેદનીય, નારકનું આયુષ્ય, નીચ ગેત્ર અને ૩૪ નામકર્મની પ્રકૃતિ, તિર્યંચગતિ અને આનુપૂવી (૨), નરકગતિ અને આનુપૂર્વી (૪), એકેન્દ્રિયાદિ, ચાર જાતિ (૮); પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ (૧૩), પાંચ સંસ્થાન (૧૮), અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૨૨), અશુભ વિહાગતિ (૨૩) ઉપઘાત (૨૪) અને સ્થાવરદશકા (૩૪) એ રીતે સમળીને ૮૨ અશુભ (પાપ) પ્રકૃતિઓ કહેવાય છે.
લીમડાને તથા શેલડી પ્રમુખને સ્વાભાવિક રસ એક ઠાણીઓ લેખાય અને તે રસ બે, ત્રણ, ચાર ભાગ પ્રમાણ કઢાયે છતે એક ભાગ અવશેષ રહે છતે બે કાણુઓ વિગેરે કહેવાય. એ ઉપમા , પ્રકૃતિના રસની જાણવી.
પર્વત અને ભૂમિની ફાટ, વેળુ અને જળમાંની રેખા સમાન કષાયેવડે અશુભ કર્મોને અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ઠાણીઓ રસ બંધાય છે, ત્યારે શુભ કર્મોનો રસ વેળુ અને જળરેખા સમાન
+ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ (સૌભાગ્ય), સુસ્વર, આદેય, અને યશનામકર્મ.
* સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત,સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ દૌર્માગ્ય) દુવર, અનાદેય અને અપયશ નામકર્મ એ સ્થાવરદશકે જાણે.
1 સહજ રસ (કઢયા વગરનો મીઠો કે કડવો) એકઠાણી, તેનેજ કઢતાં અ બાકી રહે તે બે કાણી, બે ભાગ બળી જાય ત્રીજો ભાગ શેષ (બાકી રહે એ રસ ત્રણ ઠાણી અને ત્રણ ભાગ બળી જાય ચોથો ભાગ બાકી રહે તે ચેઠાણીયો જાણવો.
For Private and Personal Use Only