________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૩૫
હવે ગ્રંથકાર તેત્રીશમી ગુરુગુણ છત્રીશીનું વર્ણન કરે છે.
तह बत्तीसविहाणं, जीवाणं रखणमि कयचित्तो । जियचउव्विहोवसग्गो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३४ ॥
બત્રીશ પ્રકારની જીવરક્ષા કરવામાં સાવધાન અને ચાર પ્રકારના ઉપસર્ગને જિતનારા એવા છત્રીશ ગુણ યુક્ત ગુરુ મહારાજ જયવંતા વતે. ૩૪
ભાવાર્થ–બત્રીસ પ્રકારે જીવ રક્ષા-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ એ પાંચેસૂક્ષ્મ અને બાદર મળી દશ પ્રત્યેક વનસ્પતિ, બેઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચઉન્દ્રિય તથા સંસી, અસી (પચ ઈન્દ્રિય) મળીને ૧૬ તે બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૩૨ ભેદે છે જાણવા, તેમની રક્ષા કરવા સદાય સાવધાન રહે, અને ચાર પ્રકારના ઉપસર્ગ–૧ દેવકૃત, ૨ માનવકૃત, ૩ તિર્યચકૃત અને ૪ આત્મસંવેદન (કૃત). તેમાં દેવકૃત અને માનવકૃત ઉપસર્ગ ચાર ચાર પ્રકારે-૧ હાસ્યથી, ૨ રાગથી, ૩ ટ્વેષથી અથવા ૪ વિમર્શથી. તિર્યચકૃત ઉપસર્ગ પણ ચાર પ્રકારે–૧ ભયથી, ૨ પ્રસ્વેષથી, ૩ આહાર નિમિત્તે અથવા ૪ પિતાનાં બાળસંતાન કે રહેઠાણનું રક્ષણ કરવા માટે. તેમજ આત્મસંવેદન ઉપસર્ગ પણ ચાર પ્રકારે ૧ સંઘટ્ટન (આંખમાં પડેલું કાણું ચેળવા વિગેરે)થી, ૨ પ્રપતન (પગ લપસી પડવાથી એકદમ ઘણું વાગી જાય તેથી, ૩ સ્તષ્ણન (મૂર્શિત થવાથી કે વાયુ વેગે થોડા વખત હાથ પગ થંભાઈ જાય તે)થી, અને લેશન (ગાઢ રેગવડે કઈ અંગ ભાગ કશિત થાય તે)થી ઉપસર્ગ ચાર પ્રકારે થાય છે. દેવ, માનવ કૃત ઉપસર્ગ પ્રકારાન્તરે પણ કહેલ છે તે સર્વ ઉપસર્ગો સહન કરવામાં નિશ્ચળ રહે એવી છત્રીશ ગુણયુક્ત ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૩૪
For Private and Personal Use Only