________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહસ્ય.
૨૩
આહાર લેનાર, અને ચાર પ્રકારના અભિગ્રહ કરવામાં ઉજમાળ એવા છત્રીશ ગુણવડે યુકત ગુરૂ મહારાજ જયવતા વતે. ૨૦
ભાવાર્થ–ઉદગમ -૧ આધાકર્મ, ૨ ઐશિક, ૩ પૂતિકર્મ ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાકૃતિકા, ૭ પ્રાદુષ્કરણ ૮ કીત, ૯ પ્રામિત્ય. ૧૦ પરાવર્તિત, ૧૧ અભ્યાઆહુત, ૧૨ ઉભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આરોધ, ૧૫ અનિસૃષ્ટ, અને ૧૬ અધ્યવપૂરક એ ૧૬ ઉદ્દગમ દેષ કહ્યા છે. તેમાં સાધુ માટે સંકલ્પને કરેલ આહારદિક આધાર્મિક, સાધુનેજ ઉદ્દેશી કરેલ દેશિક, ઉક્તદેષ સંગથી શુદ્ધ આહારાદિ પણ અશુદ્ધ થાય તે પૂતિકર્મ, પિતાના માટે તથા સાધુ માટે સાથે મેળવી કરેલ મિશ્ર, સાધુ અર્થે સ્થાપી મૂકેલ તે લેતાં સ્થાપના, સ્વનિમિત્ત છતાં સાધુઓને આવવાના કે જવાના જાણુને આગળ કે પાછળ તદર્થે આરંભ કરે તે પ્રાતિકા, અંધારામાં રહેલી વસ્તુ સાધુમાટે દીપાદિકવડે જોઈ કાઢવી અથવા બાહેર પ્રકાશમાં આણવી તે પ્રાદુષ્કરણ, પિતાના કે પારકા મૂલ્યવડે વેચાતી લીધેલ કીત, ઉચ્છીતું માંગી લાવી ગૃહસ્થ આપે તે પ્રાચિત્ય,ફેર બદલ કરીને આપે તે પરાવર્તિત, ગ્રામાન્તરથી કે ઘરમાંથી સાધુ નિમિત્તે સામું આણેલું અભ્યાહૂત, બંધ કરેલ કઠી વિગેરેનું મેં સાધુ માટે ઉઘાડીને ઘી વિગેરે આપે તે ઉભિન્ન, હાથ ન પહોંચે એવી વસ્તુ માળાદિકથી ઉતારી આપે તે માલાપહત, કેઈ પાસેથી ખેંચી લઈ આપે તે આધ, સાધારણ વસ્તુ બીજા બધાની સંમતિ વગર આપે તે અનિસૃષ્ટ, અને પોતાના માટે રસોઈ કરાતી હોય તેમાં સાધુ નિમિતે ઉમેરી નાંખવું તે અધ્યવપૂરક દેષ. એ રીતે ૧૦ ઉદગમ દેષ વર્ણવ્યા. હવે ઉતપાદના દેષ વર્ણવે છે. આહાર માટે ગૃહસ્થના બાળકેને મેળામાં રાખી રમાડવાં તે ધાત્રીષ, સંદેશ લઈ જવા લાવવા તે દુતિ દોષ, ભવિષ્ય ફળ-લાભ હાનિ ભાખતાં નિમિત્ત દોષ, ગૃહસ્થ પાસે સ્વજાતિ પ્રમુખ પ્રકાશમાં આજીવના દોષ, જે દાતા જેને ભક્ત હેય
For Private and Personal Use Only