________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી ગુરૂગુણમાળા.
વિચરે પછી ૮-૯-૧૦ મી ડિમાએ સાત સાત દિવસની પાણી રહિત, ચાથ ચાથ ભકતની ઉપર પારણે આયંબિલ કરી રાત્રે કાઉસગ્ગ ધ્યાને અડગ રહી દેવાકૃિત ઘેાર ઉપસર્ગને સહે, ૧૧ મી એક અહારાત્રીની જળ રહિત છઠ્ઠું કરીને અને ૧૨ મી એક રાત્રિની અ ઝૂમ કરીને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહે; તેમાં સિદ્ધસિલ્લા ઉપર અનિમેષ દ્રષ્ટિ સ્થાપીને રહેતાં અવધ, મન: પર્યંત્ર કે કેવળજ્ઞાન ઉપજે તે તથા અનિત્યતાદિક ૧૨ ભાવના ( વિસ્તાર માટે જુઓ શાંત સુધારસ ) નું સેવન કરવા સદા સાવધાન એવા ૩૬ ગુણયુકત ગુરૂ મહારાજા જયવતા વર્તા! (૧૭)
હવે ગ્રંથકાર સત્તરમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે, चउदगुठाणनिउणो, चउदस पडिवपमुहगुणकलिओ । सुमो एसी, छत्तीस गुणो गुरू जयउ || १८॥ ચૌદ ગુણસ્થાનકમાં નિપુણુ, ચૌદ પ્રતિરૂપ પ્રમુખગુણથી ભરેલા અને આઠ સૂક્ષ્મ ( જીવરક્ષા ) ના ઉપદેશક એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂ જયવતા વતોં ! ૧૮
ભાવાર્થ-મિથ્યાત્વ, સાસ્વાદન પ્રમુખ ૧૪ ગુણસ્થાનકનું સવિસ્તર સ્વરૂપ ગુણસ્થાનક મારાહ અને કમગ્રથાદિકથી જાણવા ચેાગ્ય છે, તેમાં નિપુણ; પ્રતિરૂપાદિ ગુણે!-૧ આદર્શ જીવનમાળા ( જેને જોતાંજ ગૌતમાદિ ગુરૂ સાંભરે એવા સ્વરૂપવત તે પ્રતિરૂપ ) ૨ સૂર્યની જેવા તેજસ્વી-પ્રતાપવત, ૩ અદ્વિતીય જ્ઞાનવાન્, ૪ મધુર ભાષી, ૫ ગંભીર, ૬ ધૈર્યવાન, ૭ ઉપદેશદાન દેવા ઉજમાળ, ૮ જેમને નિવેન્દ્રિત કરેલી ગુહ્ય વાત હેાઠ મહાર જાય નહિ એવા અપરિશ્રાવી, ૯ સામ્ય-શીતળ સ્વભાવી, ૧૦ ગચ્છ હિત માટે સંગ્રહપીલ, ૧૧ દ્રબ્યાદિક ચતુર્વિધ અભિગ્રહધારી, ૧૨ અનાત્મપ્રશસી ( માત્મશ્લાઘા રહિત ), ૧૩ અચપલ-સ્થિરતાવત અને ૧૪પ્રશાન્ત-વૈરાગ્યભીના હૃદયવાળા. એ ૧૪ ગુણવડે અલ'કૃત તથા
For Private and Personal Use Only