________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે શબ્દની વ્યાખ્યાઓ વાંચી જનારને થયા વિના રહેશે નહિ. પ્રથમ ખંડની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ આ કેશમાં સર્વ પ્રકારના દર્શનશાસ્ત્રાન્તર્ગત પારિભાષિક શબ્દો સંગ્રહિત કરવામાં આવ્યા નથી પણ જે જે શબ્દને સંગ્રહ કરવામાં આવ્યું છે તે મહત્વને તથા દર્શનશાસ્ત્રોના ઉકેલ માટે અતિ ઉપયોગી છે આ કેશની ઉત્તમતા સિદ્ધ કરી આપે છે. વળી જે કેશના સંપાદકે એક ગુજરાતી શિક્ષકની સામાન્ય કે ટિમાંથી, ક્ષણેક્ષણને સદુપગ કરી અનગલ ખંતથી તથા અદમ્ય ઉત્સાહથી અને સ્વતસિદ્ધ પુરુષાર્થથી જે અપૂર્વ વિદ્વત્તા અને અનુભવ સંપાદન કરી, ગુર્જર વામને અતિશય સમૃદ્ધ બનાવ્યું તેમની આ સગપૂર્ણ કૃતિ વિજાજનોના હૃદયમાં નિરતર રથાન પ્રાપ્ત કરે છે તેમાં શું આશ્ચર્ય ! આશા છે કે દર્શનશાસ્ત્રના અભ્યાસ કરવાને ઉત્કંઠિત થતી ગુર્જર જનતા સદ્ગત “કલાદીપ” શ્રી છોટાલાલ નરભેરામ ભટ્ટના આ કેશને સહર્ષ વધાવી લેશે અને તેમના પ્રયત્નને સફળ બનાવશે.
અનુપરામ ગેવિનદસમ ભક
For Private And Personal Use Only