________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમ દિવસ–ગોત્રકમ નિવારણ પૂજા (૧૬)
વાળનો અર્થ પરમાત્માને શરીરે ચંદનની પૂજા કરવાથી ઉત્તમ કુળમાં અવતાર થાય છે. ઉચ્ચ ગોત્રથી જ પ્રાણ આ સંસારમાં ઘણે માટે ગણાય છે ને માન મેળવે છે. હે પ્રભુ! આ સંસારમાં તું જ સુખીઓ છે. ૧. સૂત્રાદિકમાં અણગારેને-મુનિઓને પણ ઉચ્ચગેત્રના ઉપજેલા કહ્યા છે અને ઉચ્ચગેત્રના ઉપજેલા મુનિઓ જ ઉપાધ્યાયની તેમ જ આચાર્યાદિકની પદવી મેળવી શકે છે. ૨ જિનેશ્વર પણ ઉચ્ચકુળ, ભેગકુળ, રાજન્યકુળ તેમજ હરિવંશકુળ વિગેરેમાં જ ઉપજે છે, તેમજ દેવલોકમાં ઈદ્રપણું, ચકવતી પણું, વાસુદેવપણું ને બળદેવપણું પણ ઉચ્ચગેત્રમાં જ ગણાય છે, સૌ ઉચ્ચગેત્રી જ હોય છે. ૩. નીચત્રવાળા ગણતા છતાં સ્થાવરમાં પણ ઝળકતા એવા હીરા ને મણિ પૃથ્વીકાયમાં, ગંગા-યમુનાના અને ક્ષીરસમુદ્રાદિકનાં પાણી કે જેને વંદન કરાય છે તે અપ્લાયમાં, કલ્પવૃક્ષ ને આંબા વિગેરેના ફળ અને કેતકી વિગેરેના પત્ર ને પુષ્પ વનસ્પતિકાયમાં ઉત્તમ ગણાય છે અને તે મસ્તકે ચડાવાય છે. પવન પણ મંદ મંદ વાત હોય તે અનુકૂળ ગણાય છે. ૪–૫. આ પ્રમાણે સંસારમાં ઉત્તમ ગોત્રથી પ્રાણીઓ વિશેષ શ્રેષ્ઠ ગણાય છે. ઇંદ્ર અને બાહુબળી તથા ભરતાદિક પણ ઉત્તમ કુળમાં ઉપજવાથી જ વિશેષ માન પામ્યા છે. ૬. ધર્મરત્નની એગ્યતા પ્રાય: ઉચ્ચગેત્રવાળામાં વિશેષ ગણાય છે. એ જ કારણથી શ્રી શુભવીર પરમાત્મા પણ બ્રાહ્મણના કુળમાંથી સિદ્ધાર્થ રાજાના કુળમાં આવેલા છે. ૭.
કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–ઉચ્ચગેત્રને પણ દૂર કરનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only