________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
ઢાળનો અર્થ હે પરમાત્મા! તમારી આવી શ્રેષ્ઠ ભક્તિ હું પહેલાં ન સમયે, તેથી મેં સંસારની માયામાં ફેગટ પાણુ જ વધ્યું. હવે કાંઈક ભક્તિ જાણી છે—ઓળખી છે. હે પ્રભુ! કલ્પવૃક્ષના ફળે લાવીને જે જિનેશ્વરની પૂજા કરે છે-જિનેશ્વરની પાસે ધરે છે તેના અનાદિ કાળના સંચિત કરેલાં કર્મો સત્તામાં રહેલા તે ધ્રુજે છે અર્થાત્ ખરવા માંડે છે. ૧.
સ્થાવરદ્રિક (સ્થાવર અને સૂકમ), તિર્યંચદ્રિક (તિર્યંચગતિ ને તિર્યંચાનુપૂર્વી), નરકશ્ચિક (નરકગતિને નરકાનુપૂવી), આતપદ્રિક (આતપ ને ઉદ્યોત), એકેંદ્રિય, વિકલેંદ્રિયત્રિક ને સાધારણનામકર્મ-એ તેર પ્રકૃતિએ નવમાં ગુણઠાણાના પહેલા ભાગે સત્તામાંથી જાય છે. ૨. પછી કેવળજ્ઞાન પામીને શિવગતિગામી જીવ શેલેશીકરણ કરે છે ત્યારે તે સ્વામી ચોદમે ગુણઠાણે છેલ્લા બે સમયમાં બાકીની ૮૦ પ્રકૃતિઓ ખપાવે છે. [દ્વિચરમ સમયે ૭૦ ને ચરમ સમયે ૧૦ ખપાવે છે, તે નામ સાથે નીચે લખી છે.] એટલે પ્રથમ ૧૩ જતાં બાકી રહેલી નામકર્મની બધી (૮૦) પ્રકૃતિએ ત્યાં જ સત્તામાંથી જાય છે. એટલે આત્મા અજરામર, નિ:કલંક સ્વરૂપી અને નિષ્કમ થ ય છે. ૩-૪ તે સિદ્ધ પરમાત્માની પડિમાને જે પૂજે છે તે સિદ્ધવરૂપી થાય છે. નાહી-ધોઈ નિર્મળ ચિત્ત જ્ઞાનરૂપ આરિસામાં જેનાર તે આત્મા આ કર્મસૂદન તય સંબંધી ફળપૂજા કરીને તેનું ફળ પામે છે. એટલે તે જ્ઞાનરૂપ આદશ માં શ્રી શુભવીર પરમાત્માનું સ્વરૂપ જોઈને શિવવહુના ઘરમાં (મોક્ષમાં) જાય છે. –૬.
ચરમશરીરી જીવ ૧૪ મા ગુણઠાણના દ્વિચરમ સમયે * અહીં નામકર્મની ૯૩ પ્રકૃતિ ગણત્રીમાં લીધી છે.
For Private and Personal Use Only