________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) એસઠ પ્રકારી પૂજા-સાથે બાકીની ૫૮ પ્રકૃતિ અદ્ધવબંધી છે. ૧. ( પાંચમી પૂજામાં ૮૩ પ્રકૃતિની સ્થિતિ કહી છે તેમાં વર્ણાદિચતુષ્કના ઉત્તરભેદ ૨૦ કહેલા છે. તેને માત્ર ચતુષ્ક તરીકે ચાર જ ગણતાં તેમાંથી ૧૦ ઘટે છે. એટલે બાકીની ૬૭ પ્રકૃતિને બંધ ક્યા ક્યા ગુણઠાણ સુધી છે તે આ પૂજામાં કહેલ છે. (ધુવબંધી અધુવબંધી મળીને ૬૭ કહેલી છે.)
દાળનો અર્થ જિનેશ્વરની અક્ષતપૂજા કરવાથી નામકર્મને ક્ષય થાય છે. તેની બધી ઉત્તરપ્રકૃતિઓ પણ અઘાતી છે. તે પિતપોતાના ભાવમાં વર્તે છે. હે પ્રાણું ! તમે પૂજ્યની પૂજા રચા અને એ રીતે અરૂપી ગુણ નિષ્પન્ન કરે. નામકર્મના ક્ષયથી જ અરૂપી ગુણ પ્રગટે છે. ૧.
સ્થાવરચતુષ્ક, આતપ, છેવ૬ સંઘયણ, હુંડક સંસ્થાન, નારકશ્ચિક ( નારગતિ ને નારકાનુપૂવ ), એકે કી, બેઇંદ્રી, તેઈંદ્રી, ચઢી જાતિ–આ ૧૩ પ્રકૃતિઓ પહેલે ગુણઠાણે જ બંધાય છે. ૨. મધ્યના ચાર સંસ્થાન ને ચાર સંઘયણ, તિર્યંચદ્વિક, દુર્ભાગ્યત્રિક, ઉદ્યોત, અશુભવિહાગતિ–આ ૧૫ પ્રકૃતિએ હે ભગવંત! બીજા સાસ્વાદન ગુણઠાણ સુધી બંધાય છે. ૩. મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક, પહેલું સંઘયણ, આ પાંચ પ્રકૃતિને ચેથા ગુણઠાણ સુધી બંધ છે. અપયશ, અસ્થિરદ્ધિક એ ત્રણને છ ગુણઠાણ સુધી બંધ છે અને યશનામકર્મને દશમા ગુણઠાણ સુધી બંધ છે. ૪. અગુરુલઘુચતુષ્ક (અગુરૂલધુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ), જિનનામ, નિર્માણ, સુરદ્ધિક, શુભવિહાગંતિ, ત્રસનવક (યશ વિના), દારિક વિનાના ૪ શરીર ને બે શરીરના અંગોપાંગ, વર્ણાદિચતુષ્ક, સમરસ સંસ્થાન, પંચેંદ્રિય જાતિ–આ ૩૦ પ્રકૃતિને આઠમા ગુણઠાણ સુધી બંધ છે. આ પ્રમાણેની પ્રકૃતિઓના બંધના હેતુ ઉજજવળ
For Private and Personal Use Only