________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે
शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मस्थितिबंधनिवारणाय दीपं यजामहे स्वाहा ॥
પંચમ દીપક પૂજાને અર્થ
દુહાને અર્થ નામકર્મની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ વીશ કેડીકેડી સાગરેપમની છે, તેની ઉત્તર પ્રવૃતિઓની સ્થિતિ કેટલી કેટલી છે? તે નિહાળવા-જાણવા માટે હું પ્રભુની દીપકપૂજા રચું છું. ૧.
ઢાળને અર્થ પરમાત્માની દીપક પૂજા કરીને આત્મામાં જ્ઞાનરૂપી જ્યોતિ જગાવું–જાગૃત કરું અને નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ તિમિરને નાશ કરું. હે સાહિબા ! તમે નામકર્મને સ્થિતિબંધ ખપાવ્યો છે, તે પ્રમાણે કરવાને હવે મને લાગે ફાળે છે-મળે છે. હે પ્રભુ! આ સંસાર (સમુદ્ર) તર અટારે છે–મુશ્કેલ છે. તે મનમેહન પ્રભુ! તમે મને તારે. (હું એવી પ્રાર્થના કરું છું) ૧.
સૂમત્રિક (સૂમ, અપર્યાપ્ત ને સાધારણ) ને વિકળત્રિક(બેઈદ્રિ, તેઈદ્રિ ને ચૌરંદ્રિ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કેડીકેડી સાગરેપમની છે. મનુષ્યદ્રિક(મનુષ્યગતિ ને મનુષ્યાનુપૂવી )ની સ્થિતિ ૧૫ કડાછેડીની છે. સંઘયણ ને આકૃતિ એટલે સંસ્થાન તેના યુગળ યુગળની સ્થિતિ દશ કેડીકેડીથી બબે કોડાકડીની વધતી યાવત વીશ કેડાછેડી સુધી છે. એટલે વાઋષભનારાચ પહેલું સંઘયણ ને સમરસ પહેલું સંસ્થાન તેની સ્થિતિ ૧૦ ની,
For Private and Personal Use Only