________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા
(૧૨૧)
તે કહે છે. ત્રીજી કુસુમપૂજાવડે નિરંતર જિનેશ્વરની પૂજા કરે, પંડિતાને સંગ કરે, નિરંતર શાસ્ત્રાભ્યાસ કરે, ન્યાયને ધારણ કરે, ન્યાયવડે દ્રવ્ય ઉપાર્જન કરે, યાતનાપૂર્વક મુનિરાજને દાન દે, ભદ્રકભાવે વતે, વિશેષ આરંભ–સમારંભ ન કરે, પારકી નિંદા ન કરે, પરેપકારાદિ કરે–આટલા કારણે વડે જીવ મનુષ્યનું આયુ બાંધે અને તમારા શાસનના રસિયા કેઈ છે તેથી મેક્ષે પણ જાય. ૧-૩.
ઢાળનો અર્થ કુસુમની પૂજા પૂર્વકર્મને નાશ કરે છે તેમજ નાગકેતુની જેમ શુભ ભાવના ભાવે છે તેના પણ પૂર્વકમ નાશ પામે છે. તે ત્રણ જગતના સ્વામી! મારી વાત સાંભળજે. નિકાચિત આયુ બાંધ્યું હોય તે પણ આપની પૂજા કર્મના જેરને હઠાવે છે– મેળું પાડે છે. ૧. શ્રેણિક રાજા જેવા તમારા રાગીની પણ કર્મની બેડી ન ભાંગી અને નરકે જવું પડ્યું. તે બાબતમાં સુકુમાલિકા કથાને ઉપનય પણ વિચાર કે જેને બીલકુલ સંસારમાં રહેવા ઈચ્છા નહોતી છતાં સાર્થવાહને ત્યાં સ્ત્રીપણે રહેવું પડ્યું. (આ કથા પાછળ આપી છે) ૨. નિકાચિત કર્મ હોવાથી જ શ્રી ઋષભદેવ પરમાત્મા જેવાને ત્રાશી લાખ પૂર્વ સુધી ગ્રહવાસે રહેવું પડ્યું. વિરતિ ઉદયમાં ન આવી. આ મનુષ્યાયુને બંધ ચેથા ગુણઠાણુ સુધી અને ઉદય સત્તા ચૌદમાં ગુણઠાણા સુધી હોય છે. કેવળી પણ ભવના અંતે તેને ખપાવે છે. ૩. યુગલિકનું ત્રણ પાપમનું ઉત્કૃષ્ટ આયુ હોય છે અને તે કલ્પવૃક્ષના ફળમાં લીન રહે છે. એટલે આ આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જાણવી. સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય જ શિવના-મેક્ષના અધિકારી થઈ શકે છે. તેમાં જે વ્રતહીન રહે છે તે ચારે ગતિરૂપ ભવમાં જાય છે-ભટકે છે.
* આયુકર્મને પ્રકૃતિબંધ નિકાચિત જ થાય છે.
For Private and Personal Use Only