________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ માહિની જનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વીતરાગતાથી કર્મપ્રીમથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બાધબીજને મેઘ ધારાવાણથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; કદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણું ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગમે છે, તે સદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હેવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દેષમાંનો એક પણ દેષ હોય ત્યાં સતદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે.
શિક્ષા પાઠ ૯. સતધર્મતત્વ:–
અનાદિ કાળથી કર્મ જાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા મે. ૬
For Private And Personal Use Only