________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
મેાક્ષમાળા
તે ખરે! અશરણુ ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભેાગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈ એ છીએ. એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેના ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સદેવ, સત્યમ અને સદ્ગુરુને જાણવા અવશ્યના છે.
શિક્ષાપાઠ ૮ સતૃદેવતત્ત્વ :—
ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈ એ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હાય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સતદેવ, સદ્ઘ, સતગુરુ છે. આ પાઠમાં સતદેવસ્વરૂપ વિષે કંઈક કહું છું.
જેએને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શીન પ્રાપ્ત થાય છે; કના સમુદાય મહાવ્રતપે પધ્યાન વડે વિશેાધન કરીને જેએ બાળી નાંખે છે; જેએએ ચંદ્ર અને શ`ખથી ઉજ્જવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવતી રાન્નધિરાજ કે રાજપુત્ર છતાં જેએ સંસારને એકાંત અનત શેકનું કારણ માનીને તેના ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપના લય કરે છે; સંસારમાં મુખ્યતા ભાગવતાં જ્ઞાનાવરણીય,દશનાવરણીય, મેાહનીય અને અંતરાય
For Private And Personal Use Only