________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ વિશેષાર્થ–આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી, નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ નેહીએ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મેહ અજ્ઞાનપણાને છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વને બેધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર ! વિચાર કર !
મિથ્યા મમત્વની ભ્રમણ ટાળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા ગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ –
દષ્ટાંત –જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શેલતા હતાજેની ગજશાળામાં અનેક જાતિના મદન્મત્ત હસ્તિઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટપર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષસ ભેજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કેમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને
For Private And Personal Use Only